Site icon Revoi.in

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ

Social Share

અમદાવાદઃ ઈંગ્લેન્ડ અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચે તા. 24મી ફેબ્રુઆરીથી અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે જીસીએ દ્વારા મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન આજે બપોરના સમયે બંને ટીમનોનું અમદાવાદ આગમન થશે. તેમજ મોટેરા સ્ટેડિયમના ઈનડોર અને આઉટડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે.

અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમનું કરોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં એક લાખ કરતા વધારે દર્શકોની ક્ષમતા છે. અમદાવાદમાં મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 9 વર્ષ બાદ 24 ફેબ્રુઆરીથી ટેસ્ટ ક્રિકેટનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધી 20 હજાર ટિકિટો બુક થઈ ચૂકી છે. તેમજ આગામી દિવસોમાં ક્રિકેટ પ્રેમીઓ માટે સ્ટેડિયમથી ઓફલાઈન ટિકીટનું પણ વેચાણ કરવામાં આવશે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચને લઈને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે બપોરના 2 કલાકની આસપાસ બંને ટીમ અમદાવાદ આવી પહોંચશે.

એરપોર્ટથી બંને ટીમ આશ્રમ રોડ સ્થિત હોટલ જશે. અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલી જાણીતી હોટલમાં બંને ટીમ રોકાણ કરશે. મેચના 6 દિવસ પહેલા બંને ટીમ મોટેરા સ્ટેડિયમ ખાતે પણ જશે. મોટેરા સ્ટેડિયમના ગ્રાઉન્ડ અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમના ઈનડોર અને આઉટડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. બંને ટીમ આગામી 30 દિવસ સુધી અમદાવાદમાં જ રોકાશે અને ટેસ્ટ મેચ બાદ T- 20 મેચ પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પૂરી કરીને બંને ટીમ અહીંથી રવાના થશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને પાર્કિંગ માટે મોટેરા સ્ટેડિયમના 1થી દોઢ કિલોમીટરના વિસ્તારમાં 27 પ્લોટ નક્કી કર્યા છે.