Site icon Revoi.in

ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે રહ્યું છેઃ અજીત ડોભાલ

Social Share

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તાઝિકિસ્તાનના દુશાંબેમાં રીઝનલ સિક્યોરિટી ડાયલોક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ભારતના અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સભ્યતાગત સંબંધ છે અને ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે છે. અફઘાનિસ્તાનને લઈને ચોથા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં તાઝિકિસ્તાન, રશિયા, કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ઈરાન, કિર્ગિસ્તાન અને ચીને ભાગ લીધો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં અજીત ડોભાલે પોતાના સમકક્ષ વાત ચીતમાં કહ્યું કે, ભારત હંમેશા અફઘાનિસ્તાન સાથે હતું અને રહેશે. તેમજ કહ્યું કે, આ દેશમાં શાંતિ સામે ખતરો ઉભો કરનારા આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સાથે મુકાબલો કરવા માટે તેની તાકાતમાં વધારો કરવો જોઈએ. વિવિધ દેશોના સુરક્ષા સલાહકારોએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તથા આતંકવાદનો સામનો કરવા માટે નવો માર્ગ શોધવો પડશે.

અજીત ડોભાલે કહ્યું કે, સૌ પ્રથમ પ્રાથમિકતા જીવનના અધિકાર અને સમ્માનજનક જીવનની સાથે અફઘાનિસ્તાનના તમામ લોકોના માનવાધિકારોની સુરક્ષા છે. મદદ તમાન માટે સમાન હોવી જોઈ, આંતરરાષ્ટ્રીય માનવીય કાનૂન હેઠળ તમામ દાયિત્યોનું સમ્માન સુનિશ્ચિત કરવું જોઈએ. ભારતે વર્ષોથી અફઘાનિસ્તાનની પાયાની સુવિધા, કોમ્યુનિકેશન અને માનવીય સહાય ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સભ્યોના સામુહિક પ્રયાસોથી આપણે અફઘાનિસ્તાનના લોકોને એકવાર ફરી સમૃદ્ધ અને જીવીત રાષ્ટ્ર બનાવવામાં મદદ કરી શકીએ છીએ. ડોભાલે આ કાર્યક્રમ દરમિયાન ઈરાન, તાઝિકિસ્તાન અને રશિયાના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.