Site icon Revoi.in

કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે 6 ગોલ્ડ સહિત કુલ 20 મેડલ જીત્યાં

Social Share

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ પોતાનું ઉત્કર્ષ પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન ભારતના સુધીરે પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટની મેન્સ હેવીવેઈટ ફાઇનલમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સુધીર કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. તેણે બીજા પ્રયાસમાં 134.5ના રેકોર્ડ સ્કોર સાથે 212 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો. જોકે સુધીર તેના છેલ્લા પ્રયાસમાં 217 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહ્યો હતો.

નાઇજીરીયાના ઇકેચુકવુ ક્રિશ્ચિયન ઉબીચુકવુએ 133.6 સાથે સિલ્વર જ્યારે સ્કોટલેન્ડના મિકી યુલે 130.9 સાથે બ્રોન્ઝ જીત્યો હતો. ક્રિશ્ચિયને 197 કિગ્રા જ્યારે યુલે 192 કિગ્રા વજન ઉપાડ્યું હતું. અગાઉ મનપ્રીત કૌર અને સકીના ખાતૂન મહિલાઓની લાઇટવેટ ફાઇનલમાં અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને રહીને મેડલ મેળવવાથી ચૂકી ગયા હતા, જ્યારે પુરુષોની લાઇટવેઇટ ફાઇનલમાં ત્રણેય પ્રયાસો નિષ્ફળ જતાં પરમજીત કુમાર છેલ્લા સ્થાને રહ્યા હતા. મનપ્રીતે પ્રથમ પ્રયાસમાં 87 કિગ્રા અને બીજા પ્રયાસમાં 88 કિગ્રા વજન ઉપાડ્યું પરંતુ ત્રીજા પ્રયાસમાં 90 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી. મનપ્રીતને 89.6 માર્ક્સ મળ્યા છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 મેડલ જીત્યાં છે. જેમાં છ ગોલ્ડ, 7 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. કોમનવેલ્થમાં સૌથી વધારે ઓલ્ટ્રેલિયાએ 50 ગોલ્ડ સાથે 132 મેડલ જીત્યાં છે. કોમનવેલ્થ ગેમ્સ-22માં ભારત સાતમાં ક્રમે છે.