Site icon Revoi.in

ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ ઝડપથી અગ્રેસર બની રહ્યું છેઃ પીએમ મોદી

Social Share

દિલ્હીઃ ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. વર્ષ 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્‍ય છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બચાવીને ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન ઉપર ડ્રાઈવર રહિત મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત એરપોર્ટ-એક્સપ્રેસ લાઈન અને નશનલ કોમને મોબિલિટી કાર્ડ સેવાની પણ શરૂઆત કરાવી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 3 વર્ષ પહેલા મજેન્ટા લાઇનની શરૂઆત થઈ હતી. હવે આ લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રોની શરૂઆત થઈ રહી છે. ભવિષ્યની જરૂરિયાતો માટે દેશ કામ કરી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં મેટ્રોને લઈને પહેલા કોઈ નીતિ ન હોતી, પરંતુ અમે તેને લઈને ઝડપથી કામ કર્યું છે. થોડા સમય પહેલા ભ્રમની સ્થિતિ બનેલી હતી, પરંતુ કોઈ ભવિષ્યની તૈયારી નહોતી. જેના કારણે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ સામે સપ્લાયમાં ઘણું અંતર આવ્યું છે.