Site icon Revoi.in

ભારત ક્યારેય કોઈ પણ દેશ સાથે સંઘર્ષ ઈચ્છતું નથીઃ રાજનાથસિંહ

Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ ભારત યુદ્ધ નથી ઈચ્છતુ, જો કી દેશના સન્માનને ઠેસ પહોંચાડશે તો ભારતીય જવાનો તેને જવાબ આપવા માટે સક્ષમ છે. તેમ રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ તેમણે ભારતીય જવાનોની પ્રસંશા કરી હતી.

બેંગ્લોરમાં ભારતીય વાયુસેનાના એક કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે ચીન સાથેના સીમા વિવાદ મુદ્દે જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકોએ અનુકરણીય હિંમત અને ધૈર્ય બતાવ્યું છે અને જો તેનું વર્ણન કરી શકાય તો દરેક ભારતીય ગર્વ અનુભવે છે. કેન્દ્રીય મંત્રીએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરનારા ભારતીય જવાનોની પણ પ્રશંસા કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત ક્યારેય કોઈ પણ દેશ સાથે સંઘર્ષ ઈચ્છતો નથી અને તેના પાડોશીઓ સાથે શાંતિ અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રાધાન્ય આપ્યું છે. ભારત હંમેશાં તેના પાડોશીઓ સાથે શાંતિ અને મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે કારણ કે તે આપણી સંસ્કૃતિમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. જેના ઉકેલ માટે બંને દેશની સેનાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. બીજી તરફ બંને દેશ દ્વારા સરહદ ઉપર જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભારતીય સેનાએ આતંકવાદ સામે પણ અભિયાન શરૂ કર્યું છે. તેમજ ચાલુ વર્ષે અનેક આતંકવાદીઓને કાશ્મીરમાં ઠાર માર્યાં છે.