1. Home
  2. Tag "Defense Minister"

ભારત-અમેરિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે મુલાકાત, નવી ટેકનોલોજી અંગે ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક ઉષ્માપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના વિષયોની વિશાળ શ્રેણી પર ચર્ચા કરી, જેમાં ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવાના માર્ગો ઓળખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નવી ટેકનોલોજી અને સહ-ઉત્પાદનના સહ-વિકાસ પર […]

ઈઝરાયેલમાં વિરોધ પ્રદર્શન વચ્ચે PM નેતન્યાહુનું મોટું પગલું, રક્ષા મંત્રીને હટાવ્યા

દિલ્હી:ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે દેશના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટને બરતરફ કર્યા છે. ગેલન્ટે એક દિવસ પહેલા જ ન્યાયિક પ્રણાલીમાં કેટલાક ફેરફારો અંગે દરમિયાનગીરી કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યારે તેને ટાળી શકાય છે કારણ કે તે દેશને અલગ કરી શકે છે. આ પછી જ ગેલન્ટ પર આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નેતન્યાહુની […]

રાતના 8 વાગ્યાથી બજાર બંધ થતા બાળકોના જન્મ ઓછા થશે, પાક.ના સંરક્ષણ પ્રધાનનું હાસ્યાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીઓમાં પસાર થઈ રહ્યું છે. આર્થિક બોજ ઘટાડવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં છે. વિજળી બચાવવા માટે મોટાભાગની સરકારી કચેરીઓમાં કર્મચારીઓને વર્ક ફોર્મ હોમ કરાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં મોટાભાગના બજારો રાતના 8 વાગ્યાથી બંધ કરી દેવામાં આવે છે. પાકિસ્તાનના આર્થિક મુશ્કેલીની અસર ત્યાંના નેતાઓના […]

‘અગ્નવીર’ માત્ર રાષ્ટ્રના ‘સુરક્ષાવીર’ નથી, પરંતુ તેઓ ‘સમૃદ્ધિવીર’ પણ છે : સંરક્ષણ પ્રધાન

નવી દિલ્હીઃ અગ્નિપથ સશસ્ત્ર દળો માટે એક પરિવર્તનકારી યોજના છે, જે ભારતીય સેનાને યુવા, હાઇટેક અને અતિ-આધુનિક અભિગમ સાથે વિશ્વનું શ્રેષ્ઠ સૈન્ય દળ બનાવવામાં બળ ગુણક તરીકે કામ કરશે. તેમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં શિક્ષણ મંત્રાલય (MOE) અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MOSDE) સાથે એમઓયુ વિનિમય […]

જાપાન પ્રવાસઃ સંરક્ષણ સાધનો-ટેકનિકલ સહયોગના ક્ષેત્રમાં ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા રાજનાથસિંહે ભાર મુક્યો

નવી દિલ્હીઃ ટોક્યોમાં જાપાનના સંરક્ષણ મંત્રી યાસુકાઝુ હમાદા અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે બેઠક મળી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ તેમજ ક્ષેત્રીય બાબતોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. તેઓએ ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીના મહત્વ અને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન રાજનાથ સિંહે […]

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ઉદ્યોગ એકમો સાથે સમજોતો કરવામાં આવ્યો – રક્ષામંત્રી રાજનાથ સિંહ

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન ઉદ્યોગો સાથે સમજોતો થયો રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી માહિતી દિલ્હીઃ-રક્ષામંત્રી રાજનાથ સિંહએ આજરોજ શુક્રવારે સ્ટાર્ટ એપ મેરેથોનને સંબોધન કરતાં કહ્યું કે, આ વખતે સંરક્ષણ ભારત સ્ટાર્ટઅપ ચેલેન્જ ડીઆઈએસસીમાં ઓછામાં ઓછા 12 સો સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓએ ભાગ લીધો છે.જેમાંથી ડીઆઈએસસી પડકારો હેઠળ ઓછામાં ઓછા 60 સ્ટાર્ટઅપ્સ 30 તકનીકી ક્ષેત્રમાં છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુમાં […]

ભારત ક્યારેય કોઈ પણ દેશ સાથે સંઘર્ષ ઈચ્છતું નથીઃ રાજનાથસિંહ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ ભારત યુદ્ધ નથી ઈચ્છતુ, જો કી દેશના સન્માનને ઠેસ પહોંચાડશે તો ભારતીય જવાનો તેને જવાબ આપવા માટે સક્ષમ છે. તેમ રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ તેમણે ભારતીય જવાનોની પ્રસંશા કરી હતી. બેંગ્લોરમાં ભારતીય વાયુસેનાના એક કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ […]

મોદી કેબિનેટે ડીઆરડીઓ દ્રારા વિકસીત આકાશ મિસાઈલના નિકાસને આપી મંજુરી – સંરક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જાણકારી આપી

ભારત મિસાઈલની કરશે નિકાસ મોદિ કેબિનેટે આ બાબતે પરવાનગી આપી દિલ્હીઃ-આજ રોજ વડા પ્રધાન મોદીની અધ્યાક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મિસાઈલ સિસ્ટમને દેશમાંથી નિકાસ કરવા બાબતે મંજુરી આપવામાં આવી છે,નિકાસ પ્રણાલીને ઝડપી બનાવવા માટે એક ખાસ સમિતિની રચના પણલકરવામાં આવી છે,સંરક્ષણમંત્રી દ્રારા આ સમગ્ર બાબતે ટ્વિટર પણ માહિતી શેર કરવામાં આવી છે. ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code