Site icon Revoi.in

ભારત એકવાર ફરીથી વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસરઃ સીએમ યોગી

Social Share

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલું કામ જોઈને એમ કહી શકાય કે ભારત ફરીથી વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવા માટે અહીં આયોજિત કાર્યક્રમમાં એકત્ર થયેલા રાજ્યના શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, 2014 પછી દેશે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

તેમણે વધુમાં કહ્યું, “આપણો દેશ 5 સપ્ટેમ્બરને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજી અને દેશના બીજા રાષ્ટ્રપતિની જન્મજયંતિ તરીકે ઉજવે છે. આધુનિક ભારતના નિર્માણ માટે શિક્ષણ એ મહત્વનું પરિબળ છે. આ અવસર શિક્ષકોને નવી પેઢીને જ્ઞાનના દીવાથી પ્રકાશિત કરવાની પ્રેરણા આપે છે.”

આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. યોગીએ કહ્યું કે જ્યારે વિશ્વ કોરોનાના સંકટ સામે લડી રહ્યું હતું, ત્યારે ભારત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કાર્યક્રમ શરૂ કરી રહ્યું હતું.

તેમણે કહ્યું કે, જ્યારે અમે પ્રદેશમાં શાસન સંભાળ્યું ત્યારે પ્રાથમિક સ્કૂલો બંધ થવાની સ્થિતિમાં હતી, અહીં ખુબ ગંદકી હતી, પહેલા પરીક્ષામાં ગેરરિતીની ફરિયાદો ઉઠતી હતી. અમે કોપી વગર પરીક્ષા થાય તે માટે સખત મહેનત કરી હતી અને પરિણામે તે વર્ષે પરીક્ષાનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હતું, પરંતુ સાથે સાથે અમે કોપી વગર પરીક્ષાઓ યોજવાની શરત અને દિશા પણ નક્કી કરી હતી.

તેમણે કહ્યું કે, આ દરમિયાન શિક્ષકોની ભરતી પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. જેમાં બેઝિક એજ્યુકેશન કાઉન્સિલમાં 1.26 લાખ અને માધ્યમિક શાળાઓમાં 40 હજારની ભરતી કરવામાં આવી હતી. યોગીએ કહ્યું કે આ સાથે રાજ્યભરમાં માધ્યમિક પરીક્ષાઓમાં 56 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. રાજ્યની કોપીલેસ પરીક્ષા હવે દેશમાં ઉદાહરણરૂપ બની છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, શાળાઓમાં વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે ‘ઓપરેશન કાયાકલ્પ’ શરૂ કરવામાં આવ્યું હતું. આના પરિણામે ક્રાંતિકારી ફેરફારો થયા જેથી શાળાઓમાં પીવાનું પાણી, શૌચાલય, સોલાર પેનલ અને પુસ્તકાલયની સુવિધાઓ આજે આ શાળાઓમાં છે. તેમણે કહ્યું કે નિપુણ ભારત અભિયાન પણ આ કાર્યનો એક ભાગ છે. જો શિક્ષક તેના પોસ્ટિંગના સ્થળની આસપાસ ફરે છે, તો તેને ઘણી માહિતી મળશે. સંદેશાવ્યવહારના નવા માર્ગો મોકળા થશે અને ડેટા પણ તૈયાર કરવામાં આવશે જે શાળાઓના અપગ્રેડેશનમાં મદદરૂપ સાબિત થશે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ હતું કે,  સમયે આર્થિક પ્રગતિ હતી, અમે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા. વિવિધ યોજના થકી અમે 27 કરોડ લોકોને 10 વર્ષમાં ગરીબીમાંથી બહાર લાવ્યાં હતા. છેલ્લા 8 વર્ષમાં મોદીજીએ 23 કરોડ લોકોને ગરીબ બનાવી દીધા છે. છેલ્લા આઠ વર્ષમાં મોદીજીએ ભારતને કમજોર કરવાનું કામ કર્યું છે. સૌથી વધારે બેરોજગારી આજે દેશમાં છે. બેરોજગારી, નફરત, મોંઘવારી અને ડરથી દેશ મજબુત નથી થતો પરંતુ કમજોર કરે છે.