Site icon Revoi.in

ભારતઃ અત્યાર સુધી 3.15 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 97.53 ટકા

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે જેથી પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત ફરી રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 36,401  પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સામે 39157 દર્દીઓ સાજા થયાં હતા. દેશમાં અત્યાર સુધીમાં 3.15 કરોડ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે.

દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 56.64 કરોડ લોકોને કોરોનાના રસીકરણ અભિયાનમાં રસી આપવામાં આવી છે. કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યાં છે. ભારતનો રિકવરી રેટ 24 કલાકમાં 97.53% સુધી પહોંચી ગયો છે. હાલ લગભગ 3.64 લાખ દર્દીઓ દેશની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.

દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 18.73 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ દેશમાં ટેસ્ટીંગનો આંકડો 50 કરોડને પાર પહોંચ્યો છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 50.03 કરોડ વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.95% છે જે છેલ્લા 55 દિવસથી 3% થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.94% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 24 દિવસથી 3% થી ઓછો અને 73 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.