Site icon Revoi.in

G-7 શિખર સંમેલનઃ અમેરિકાના પ્રમુખ બિટેન અને PM મોદી એકબીજાને મળીને ભેટી પડ્યાં

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક G-7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનની મુલાકાતે છે. શનિવારે પીએમ મોદીએ રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ અને વિયેતનામના વડા પ્રધાન ફામ મિન ચિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક જાપાનના ઐતિહાસિક શહેર હિરોશિમામાં થઈ હતી. આ દરમિયાન જો બિડેન પીએમ મોદી પાસે આવ્યા અને ગળે મળીને તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે મુલાકાત થઈ હતી. બિડેન પોતે પીએમ મોદી પાસે આવ્યા હતા. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે લગાવ્યા.

જાપાનના હિરોશિમામાં યોજાઈ રહેલી G-7 કોન્ફરન્સમાં ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ભારત ઉપરાંત ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને ઓસ્ટ્રેલિયા પણ મહેમાન દેશો તરીકે ભાગ લઈ રહ્યા છે. જાપાનના હિરોશિમામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​જાપાનના પ્રખ્યાત લેખક, હિન્દી અને પંજાબી ભાષાના ગુણગ્રાહક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડો. ટોમિયો મિઝોકામી અને જાપાનના પ્રખ્યાત ચિત્રકાર હિરોકો તાકાયામા સાથે મુલાકાત કરી હતી. ડો. ટોમિયોને મળ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે તેઓ પ્રોફેસર ટોમિયો મિઝોકમીને મળીને ખુશ છે. તેઓ હિન્દી અને પંજાબી ભાષાના જાણકાર છે અને તેમણે જાપાનના લોકોમાં ભારતીય સંસ્કૃતિને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવર કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરતાં કહ્યું હતું કે તેમના શાંતિ અને સંવાદિતાના આદર્શો વિશ્વભરમાં ગુંજ્યા કરે છે અને લાખો લોકોને શક્તિ આપે છે. શાંતિ અને અહિંસા પ્રત્યે એકતા દર્શાવવા માટે ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે હિરોશિમાની પસંદગી કરવામાં આવી હતી. 6 ઓગસ્ટ, 1945 ના રોજ, યુ.એસ.એ હિરોશિમા પર વિશ્વનો પ્રથમ પરમાણુ હુમલો કર્યો, જેમાં શહેરનો નાશ થયો અને લગભગ 140,000 લોકો માર્યા ગયા.