Site icon Revoi.in

ભારત બનશે વિશ્વનું સૌથી મોટું મોબાઈલ માર્કેટ, બજેટ બાદ ચીનની ઉંઘ ઉડી

Social Share

નાણામંત્રી નીર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું સામાન્ય બજેટ રજુ કર્યું છે. બજેટમાં રેલવે માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સામાન્ય બજેટ અમૃતકાલનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખશે.

મોબાઈલ ફોન થશે સસ્તા
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક ઈન્ડસ્ટ્રીને મોટી રાહત આપી છે. 2024નું બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે મોબાઈલ ચાર્જર અને મોબાઈલ ફોન પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે. તેમણે કહ્યું કે મોબાઈલ ફોન અને ચાર્જર જેવી વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી 15 ટકા સુધી ઘટાડવામાં આવશે, પછી મોબાઈલ ફોન અને ચાર્જરની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે.

મોબાઈલ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે છેલ્લા 6 વર્ષમાં સ્થાનિક પ્રોડક્ટમાં ઘણો વધારો થયો છે, તેથી તેને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ પાર્ટ્સ, પીવીસી અને મોબાઈલના પ્રોડક્શનમાં વપરાતા પાર્ટ્સ પરની કસ્ટમ ડ્યુટી 15 ટકા ઘટાડવામાં આવશે.

ભારતમાં બનશે સ્માર્ટફોનનું મોટું બજાર
નાણામંત્રી નિર્મલા સીતારમણના એલાન બાદ ભારત વિશ્વમાં સૌથી મોટું મોબાઈલ મેન્યૂફેક્ચરિંગ હબ બની શકે છે. હાલ ભારતમાં દર મહિને કરોડો મોબાઈલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે. પણ આ બજેટ પછી તેમાં વધુ વધારો થવાની આશા છે. ઘણી મોબાઈલ કંપનીઓ ભારતમાં તેમના ફોનનું ઉત્પાદન કરી રહી છે, જેમાં Apple, Samsung, Xiaomi, Google, Oppo, Realme જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી ચીનની હાલત ખરાબ થશે, કારણ કે અત્યારે ચીન સૌથી વધુ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી રહ્યું છે પણ સરકારના આ નિર્ણયથી ભારત ચીનનું સ્થાન લઈ શકે છે.

Exit mobile version