Site icon Revoi.in

સામે કોઈ પણ મોટી તાકાત હોય ભારત ઝુકશે નહીં: રાજનાથસિંહનો પાકિસ્તાન-ચીનને આડકતરો સંકેત

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગેનો નિર્ણય 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લેવો જોઈતો હતો. તેમ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાન અને ચીન સાંતેકીત જવાબ આપતા કહ્યું હતું કે, કોઈ પણ મોટી સામે કેમ ના હોય, ભારત ઝુકશે નહીં. તેમણે હિમાચલ પ્રદેશમાં દેશ માટે બલિદાન આપનારા બહાદુર સૈનિકોના પરિવારોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.

કેન્દ્રીય મંત્રી રાજનાથે કહ્યું કે, અમે 1971ના યુદ્ધમાં વિજયની સુવર્ણ જયંતિ ઉજવી હતી. આ યુદ્ધ ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે, કારણ કે કોઈ બદ ઈરાદા માટે ન હતું પરંતુ માનવતા માટે લડવામાં આવ્યું હતું. પરંતુ તેમાં એક ખામી રહી ગઈ હતી મારા મતે તે સમયે જ પીઓકે અંગે નિર્ણય થઈ ગયો હતો. રાજનાથ સિંહે કહ્યું કે, દેશ હંમેશા બહાદુર જવાનોના બલિદાનનો ઋણી રહેશે. સશસ્ત્ર દળો હંમેશા લોકો માટે ખાસ કરીને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

તેમણે વધુમાં કહ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે જેણે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે અને ભારતીય સેનાની બહાદુરીને આખી દુનિયા સન્માનની નજરે જોવે છે. ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે વિદેશી જમીનનો એક ઈંચ પણ કબજો કર્યો નથી. રક્ષા મંત્રીએ દેશવાસીઓને ખાતરી આપી કે જો ભારતમાં સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો કોઈ પ્રયાસ થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભારત શાંતિ પ્રેમી દેશ છે, તો તેનો અર્થ એ નથી કે આપણે નબળા છીએ, અથવા કોઈપણ રીતે યુદ્ધથી ડરીએ છીએ.

સંરક્ષણ પ્રધાને કહ્યું કે જ્યારે આપણે આખી દુનિયા સાથે કોરોનાની સમસ્યા સામે લડી રહ્યા હતા, તે જ સમયે આપણે ઉત્તર સરહદ પર ચીન સાથે તણાવનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ગલવાનમાં આપણા જવાનોએ જે શૌર્ય અને બહાદુરી બતાવી છે તેણે સાબિત કરી દીધું છે કે સામે ગમે તેટલી મોટી તાકાત હોય, ભારત ઝૂકશે નહીં.

(PHOTO-FILE)