Site icon Revoi.in

ભારત તુર્કીને મોકલાવશે મદદ – મેડિકલ સેવા પણ રવાના કરશે

Social Share

દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ આપવા તૈયાર છે. પીએમ મોદી કર્ણાટકના બેંગલુરુમાં બેંગલુરુ, કર્ણાટકમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે તુર્કીને મદદ કરવાની વાત કહી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. મોદીએ આ અંગે શોક વ્યક્ત કર્યો છે. ભારત તુર્કીમાં મદદ મોકલવા માટે તેની તબીબી અને બચાવ ટીમ પણ મોકલશે.

ડા પ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સાઉથ બ્લોકમાં તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે NDRF સર્ચ અને રેસ્ક્યૂ ટીમો તેમજ મેડિકલ ટીમને રાહત સામગ્રી સાથે તાત્કાલિક તુર્કી  મોકલવામાં આવશે.

આ સાથે જ તુર્કીની સ્થિતિને લઈને પીએમઓમાં એક બેઠક પણ યોજાઈ જેમાં  100 સભ્યોની એનડીઆરએફની ટીમ, ડોગ સ્કવોડ, ડોક્ટરની ટીમ, રાહત સામગ્રી પણ મદદ માટે તુર્કી મોકલવામાં આવી રહી છે.પીએમ મોદીની પહેલ પર PMOમાં આયોજિત અધિકારી સ્તરની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.