Site icon Revoi.in

શંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ કમ્પાઉન્ડ મહિલા અને પુરુષ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો

Social Share

નવી દિલ્હીઃ ભારતે શાંઘાઈમાં ચાલી રહેલા વર્લ્ડ કપના પ્રથમ તબક્કામાં ટીમ ઈવેન્ટ્સમાં ક્લીન સ્વીપ અને ગોલ્ડ મેડલની હેટ્રિક સાથે નોન-ઓલિમ્પિક કમ્પાઉન્ડ તીરંદાજીમાં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું હતું. સિઝનની આ પ્રથમ વૈશ્વિક ટુર્નામેન્ટમાં, ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ઇટાલીને 236-225 થી હરાવ્યું હતું. જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ભારતીય ત્રિપુટીએ ઈટાલીને મોટા અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ સાથે પોતાનું ખાતું ખોલ્યું.

ભારતને એક દિવસમાં ત્રણ ગોલ્ડ મળ્યા

પુરૂષોની ટીમમાં અભિષેક વર્મા, પ્રિયાંશ અને પ્રથમેશ એફએ નેધરલેન્ડને 238-231થી હરાવ્યું. નેધરલેન્ડની ટીમમાં માઈક શ્લોસર, સિલ પીટર્સ અને સ્ટેફ વિલેમ્સ સામેલ હતા. આ પછી, ભારતની મિશ્ર ટીમે કમ્પાઉન્ડ કેટેગરીમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીતીને ક્લીન સ્વીપ કર્યું. જ્યોતિ અને અભિષેકની બીજી ક્રમાંકિત જોડીએ રોમાંચક મુકાબલામાં એસ્ટોનિયાના લિસેલ જાટમા અને રોબિન જાટમાની મિશ્ર જોડીને 158-157થી પરાજય આપ્યો હતો.

Exit mobile version