Site icon Revoi.in

ભારતીય ક્રિકેટર સુર્યકુમાર યાદવ ગલી ક્રિકેટ રમતો કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

નવી દિલ્હીઃ T20 ક્રિકેટમાં નંબર 1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો એક વીડિયો  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્ટ્રીટ ક્રિકેટ રમતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન SKYએ ચાહકોની ખાસ માંગ પર ‘સુપલ શોટ’ રમ્યો હતો. સૂર્યકુમાર યાદવે આ વીડિયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો, જ્યારે હવે આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સે પણ આ વીડિયો તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં સૂર્યા સ્કૂપ શૉટ રમતા જોવા મળે છે. સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં તેને નાગપુરમાં પ્રથમ ટેસ્ટ રમવાની તક મળી હતી, પરંતુ તે પોતાની ડેબ્યૂને યાદગાર બનાવી શક્યો નહોતો.

 

સૂર્યકુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 20 ODI અને 48 T20I રમી છે, જેમાં તેણે અનુક્રમે 8433 અને 1675 રન બનાવ્યા છે. તેના IPL કરિયરની વાત કરીએ તો તેણે 123 મેચમાં 30.05ની એવરેજથી 2644 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 પર એક નજર કરીએ તો, શ્રેણીની અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે અને ભારતીય ટીમ 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રને હરાવ્યું હતું, જ્યારે દિલ્હી ટેસ્ટ ભારતે 6 વિકેટે જીતી હતી. ભારતીય વિસ્ફોટક બેસ્ટમેન સુર્યકુમાર યાદવની બેટીંગના પ્રસંકો માત્ર ભારત જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ છે. સૂર્યકુમાર યાદવ સ્ટેડિયમમાં ચારેય તરફ શોટ ફટકારવાની ક્ષમતા ધરાવે છે.