Site icon Revoi.in

ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સૌથી વધારે સિક્સર ફટકારવામાં બનાવી શકે છે રેકોર્ડ

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માને ખાસ યાદીમાં સ્થાન બનાવવાની તક મળશે. રોહિત શર્મા એવો બેટ્સમેન છે જેણે વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધુ 12માં સિક્સ ફટકારી છે, પરંતુ હિટમેન પાસે ટોચ પર પહોંચવાની તક હશે.

રોહિત શર્માએ અત્યાર સુધી વર્લ્ડ કપની 16 મેચ રમી છે. રોહિત શર્માએ આ 16 વર્લ્ડ કપ મેચોમાં 23 સિક્સર ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી ક્રિસ ગેલ આ યાદીમાં ટોચ પર છે. ક્રિસ ગેલે વર્લ્ડ કપની 35 મેચમાં 49 સિક્સર ફટકારી છે. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સ બીજા સ્થાને છે. આ ખેલાડીએ વર્લ્ડ કપની 23 મેચમાં 37 સિક્સર ફટકારી હતી. જ્યારે ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે. રિકી પોન્ટિંગે વર્લ્ડ કપની 46 મેચમાં 31 સિક્સર ફટકારી છે.

ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ બ્રેન્ડન મેક્કુલમ આ યાદીમાં ચોથા સ્થાને છે. બ્રેન્ડન મેક્કુલમે વર્લ્ડ કપની 34 મેચમાં 29 સિક્સર ફટકારી હતી. આ સાથે જ દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ હર્ષલ ગિબ્સ પાંચમા નંબર પર છે. હર્ષલ ગિબ્સે વર્લ્ડ કપની 25 મેચમાં 28 સિક્સ ફટકારી હતી. જોકે, રોહિત શર્માએ વર્લ્ડ કપમાં 23 સિક્સર ફટકારી છે. પરંતુ તે સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં 12મા નંબર પર છે. માત્ર 5 સિક્સર ફટકાર્યા બાદ રોહિત શર્મા ટોપ-5 ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ જશે જેમણે સૌથી વધુ સિક્સ ફટકારી છે.