Site icon Revoi.in

ભારતમાં બેરોજગારી દરમાં ઘટી 4.2 ટકા ઉપર પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ દેશમાં બેરોજગારી ઘટી હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, 2019-20 અને 2020-21 વચ્ચે બેરોજગારીનો દર 4.8 ટકા થી 0.6 ટકા ઘટીને 4.2 ટકા થયો છે. શ્રમ અને બેરોજગારી રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે PLFS ડેટા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં તેમજ સમગ્ર દેશમાં બેરોજગારી દરમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે બેરોજગારીનો દર 2018-19માં 5.8 ટકા થી ઘટીને 2020-21 માં 4.2 ટકા પર આવી ગયો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ જ સમયગાળા દરમિયાન 5 ટકા ની સરખામણીએ દર વધીને 3.3 ટકા થઈ ગયો છે.

સરકારી ડેટા અનુસાર, 2020-21માં સિક્કિમમાં સૌથી વધુ શ્રમિક વસ્તી રેશિયો (71.3%) છે. તે પછી હિમાચલ પ્રદેશ (69.5%) અને છત્તીસગઢ (63.6%) આવે છે. બિહારમાં સૌથી ઓછો (39.9%) હતો, જ્યારે લક્ષદ્વીપમાં 40.1% અને મણિપુરમાં 41% હતો. આત્મનિર્ભર ભારત અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેવી યોજનાઓ બેરોજગારી દર ઘટાડવાના હેતુથી અમલમાં મુકાઈ છે. ‘કેન્દ્રીય રાજ્ય મંત્રી તેલીએ જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા આ યોજનાઓ હેઠળ રોજગાર પેદા કરવાની સાથે રોજગારની સંભાવનાઓને સુધારવાની છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, આગામી બે વર્ષ દરમિયાન ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં વધુ એક લાખ લોકોને રોજગાર મળવાની અપેક્ષા છે. લોકસભામાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ઉડ્ડયન મંત્રાલયે સંસદીય સમિતિને જણાવ્યું હતું કે, “ઉડ્ડયન અને એરોનોટિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર હાલમાં લગભગ 2,50,000 લોકોને સીધી રોજગારી આપે છે.”

Exit mobile version