Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં અંધાધૂંધ ગોળીબારઃ ટીએમસીના નેતા સહિત 3ના મોત

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને ઘટના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવા મળી આવ્યાં છે એટલું જ નહીં બોમ્બ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુજેટ મેળવવા કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગમાં ટીએમસી નેતા સ્વપન માઝી બે સાથીઓ સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ બાઇક રોકીને ત્રણેય પર આડેધડ ફાયરિંગ કર્યું હતું કે જેમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તેમજ હત્યારાઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી. પોલીસેને ઘટનાસ્થળેથી થોડા પુરાવા મળ્યા છે જે તેમણે કબજે લીધા હતા. અન્ય બે મૃતકોની ઓળખ ટીએમસી કાર્યકર્તા ભૂતનાથ પ્રામાણિક અને ઝંતુ હલદર તરીકે થઈ છે. પોલીસને ઘટના સ્થળેથી બોમ્બ અને ગોળીઓ મળી આવી છે.

ટીએમસીના નેતા અને તેમના બે કાર્યકરોની સરાજાહેર ગોળીમારીને હત્યા કરતામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર સમગ્ર ઘટના અંગે ટીએમસી દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.