Site icon Revoi.in

ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 73 પશુઓને બચાવાયા

Social Share

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ ઉપર ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સરહદ ક્રોસ કરીને ગેરકાયદે ઘુસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત માનવીય વાળની તસ્કરી પણ ઝડપી લેવાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સુરક્ષા એજન્સીના જવાનો બાંગ્લાદેશ સરહદ ઉપર પેટ્રોલીંગ કરતા હતા. દરમિયાન મેઘાલયના ઈસ્ટ ખાસી હિલ્સ વિસ્તારમાં માથાના વાળની તસ્કરી ઝડપાઈ હતી. આ ઉપરાંત જ્યંતિયા હિલ્સ પરથી પશુઓની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો અને 73 પશુઓને મુક્ત કરાવવામાં આવ્યાં હતા. આ ઉપરાંત તસ્કરીના કેસમાં કોઈની અટકાયતને લઈને કોઈ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. ભારતીય સુરક્ષા એજન્સીઓની ઉંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.