Site icon Revoi.in

પીએમ મોદીના ટેબલ પર ‘india’ને બદલે ‘ભારત’ લખેલું જોવા મળ્યું

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે G-20 બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન આફ્રિકન યુનિયન ભારતની અધ્યક્ષતામાં G-20 નું કાયમી સભ્ય બન્યું. જ્યારે વડા પ્રધાન મહેમાન દેશોના સભ્યો અને નેતાઓને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે સમગ્ર દેશનું ધ્યાન તેમના ટેબલ પર મૂકવામાં આવેલી વૂડેન નેમપ્લેટ તરફ ખેંચાયું હતું. આ વખતે ખાસ વાત એ હતું કે  નેમપ્લેટ પર વિશ્વમાં સામાન્ય રીતે વપરાતું નામ ‘ઈન્ડિયા’ ની જગ્યાએ ‘ભારત’ લખવામાં આવ્યું હતું

G-20માં ભારતના નામનો આ રીતે ઉપયોગ થતાં ચર્ચાએ પણ જોર પકડ્યું છે જેમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની વાત ચાલી રહી છે. વાસ્તવમાં થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. આ પછી તરત જ વિપક્ષે દાવો કર્યો કે રાષ્ટ્રપતિ દ્વારા G20ને મોકલવામાં આવેલા આમંત્રણ પત્રોમાં પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડન્ટ ઓફ ભારતનો ઉલ્લેખ છે.ત્યારથી એવી અટકળો શરૂ થઈ હતી કે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યોમાં ઈન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાનું શરૂ કરવા જઈ રહી છે અને સંસદમાં પણ ઈન્ડિયાનું નામ કાયમી ધોરણે ભારત કરી શકાય છે.

જો કે કોંગ્રેસના નેતા શશિ થરૂરનું કહેવું છે કે જ્યારે બંધારણમાં ઈન્ડિયા અને ભારત બંનેનો ઉલ્લેખ છે તો તેમાં બંધારણીય વાંધો હોવો જોઈએ નહીં. પરંતુ આ નામને લઈને માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ભારતના સમર્થનમાં ટ્વિટ અને નિવેદનો આપી રહ્યા છે.