Site icon Revoi.in

રશિયાની સિરીયામાં એર સ્ટ્રાઇક, 200 આતંકીઓનો સફાયો

Social Share

નવી દિલ્હી: રશિયાએ સીરિયામાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સિરિયામાં રાષ્ટ્રપતિ બસર અલ અસદની સરકારનું સમર્થન કરી રહેલા રશિયાએ સીરિયામાં એરસ્ટ્રાઇક કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયન વાયુસેનાના લડાકૂ વિમાનોએ કરેલી એર સ્ટ્રાઇકમાં ઇસ્લામિક સ્ટેટના 200 જેટલા આતંકીઓનો ખાત્મો થયો હોવાનો અહેવાલ મળ્યો છે. રશિયાના લડાકૂ વિમાનોએ પલમાયરાના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં આવેલા આઇએસના અડ્ડાઓને નિશાન બનાવીને સંખ્યાબંધ મિસાઇલ્સથી હુમલો કર્યો હતો.

સિરીયામાં રશિયન સેનાનું નેતૃત્વ કરી રહેલા રિયલ એડમિરલ કારપોવે પણ આ હુમલાને સમર્થન આપ્યું છે. જે અડ્ડાઓ પર હુમલો કરાયો હતો ત્યાં આતંકીઓ વિસ્ફોટકો તૈયાર કરતા હતા. રશિયાને આ જાણકારી મળી હતી. રશિયાએ વાયુસેનાના લડાકૂ વિમાનોથી આ બેઝને ધ્વસ્ત કર્યો હતો.

રશિયાએ દાવો કર્યો છે કે, હુમલામાં 200 આતંકવાદીઓ ઉપરાંત બે મકાનો, ભારે મશિનગનોથી સજ્જ 24 ટ્રકો, 500 કિલો વિસ્ફોટકોનો ખાતમો બોલી ગયો છે. વિસ્ફોટક હથિયારો બનાવવા માટેનુ બીજુ મટિરિયલ પણ નષ્ટ કરવામાં આવ્યુ છે. આતંકીઓનો ઈરાદો સિરિયામાં થનારી ચૂંટણી પહેલા અસ્થિરતા ઉભી કરવાનો હતો.

(સંકેત)