Site icon Revoi.in

તાલિબાનની દહેશતથી અફઘાનીઓની હિજરત, 3,00,000 લોકો ઇરાન પહોંચ્યા

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં સ્થિતિ દિવસે દિવસે વધુ ભયજનક બની રહી છે. તાલિબાનીઓ સામાન્ય પ્રજા પર જોહુકમી, અત્યાચાર, દમન અને શોષણ કરી રહ્યાં છે ત્યારે તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો ઇરાન તરફ હિજરત કરી રહ્યાં છે. આ સ્થિતિ યુરોપમાં શરણાર્થી સંકટના મુદ્દાને વધુ ઘેરી બનાવશે. નોર્વેજીયન રેફ્યુજી કાઉન્સિલના સેક્ર્ટેરી અનુસાર જો અફઘાનિસ્તાનમાંથી મોટા પાયે લોકો આશરાની શોધમાં ઇરાન તરફ પલાયન ચાલુ રાખશે તો તેનાથી યુરોપ પ્રભાવિત થઇ શકે છે.

તાલિબાન શાસન પછી અફઘાનિસ્તાનમાં ખોરાકનું પણ સંકટ છે અને આ લોકની આશા, ખોરાક માટે ખૂબ કામ કરવાની જરૂર છે. ઇંગ્લેન્ડ અનુસાર ઘણા અફઘાન શરણાર્થીઓએ તેમના સંબંધીઓને કહ્યું કે, તેઓ ઇરાન જઇ રહ્યાં છે.

અફઘાનિસ્તાનમાં હજારોની સંખ્યામાં અમેરિકનો, અફઘાનીઓએ હવાઇ માર્ગે ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હોવા છતાં હજુ પણ અનેક લોકો અફઘાનિસ્તાનમાં ફસાયા છે. કેટલાક સરહદી વિસ્તારોમાં પહોંચીને સહાય એજન્સીઓ પાસે સહાય માંગી રહ્યાં છે. NRC અનુસાર, તાલિબાનના કબજા બાદ 3,00,000 અફઘાની અફઘાનિસ્તાનમાંથી ઇરાન ભાગી ગયા છે. અફઘાનિસ્તાનમાં શિયાળાની મોસમ શરૂ થઇ રહી છે અને શરણાર્થીઓને આશ્રય આપવા માટે કોઇ વ્યવસ્થા નથી.

નોંધનીય છે કે, ઇંગ્લેન્ડે શ્રીમંત દેશોને અફઘાનિસ્તાન અને ઇરાન જેવા પાડોશી દેશોની સહાયમાં તાત્કાલિક વધારો કરવાની માંગણી કરી છે. પાકિસ્તાનમાં પણ હજારો અફઘાન પહોંચી રહ્યા છે. જેમ જેમ શિયાળાની મોસમ નજીક આવી રહી છે તેમ તેમ સ્થિતિમાં સુધારો થતો હોય તેવું લાગતું નથી.