Site icon Revoi.in

ભારે બહુમતથી જીત બાદ ભારત છઠ્ઠીવાર UNHRCનું સભ્ય બન્યું

Social Share

નવી દિલ્હી: ભારત ફરીથી હવે UNHRCનું સભ્ય બનવાનું બહુમાન મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 2022-24ના કાર્યકાળ માટે ભારતની ફરીથી પસંદગી થઇ છે. ગુરુવારે ભારતે સન્માન, સંવાદ અને સહયોગના માધ્યમથી માનવાધિકારોના પ્રચાર અને સંરક્ષણ માટે કામ ચાલુ રાખવાનો સંકલ્પ લીધો.

ભારતના સ્થાયી મિશને UNમાં આભાર વ્યક્ત કર્યો હતો કે, ભારત છઠ્ઠીવાર ભારે બહુમતીથી UNHRC માટે ફરીથી ચૂંટાઇ આવ્યું છે. ભારતમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રના સભ્યોનો હાર્દિક આભાર. અમે સન્માન, સંવાદ અને સહયોગના માધ્યમથી માનવાધિકારો માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

આર્જેન્ટિના, બેનિન, કેમરૂન, ઇરિટ્રિયા, ફિનલેન્ડ, ઝામ્બિયા, હોન્ડુરાસ, ભારત, કઝાકિસ્તાન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, મલેશિયા, મોન્ટેનેગ્રો, પરાગ્વે, કતાર, સોમાલિયા, સંયુકત આરબ અમીરાત અને અમેરિકાની પસંદગી ગુપ્ત મતદાન દ્વારા કરી.