Site icon Revoi.in

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથની બઢતી થઇ, હવે બનશે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર

Social Share

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્યરત ગીતા ગોપીનાથને હવે બઢતી મળી છે. હવે તેઓ ટૂંક સમયમાં જ્યોફ્રી ઓકોમોટોના સ્થાને જોવા મળશે. ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હશે. ઓકામોટ ટૂંક સમયમાં તેમનું પદ છોડશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આ જાણકારી આપી હતી.

આપને જણાવી દઇએ કે ગીતા ગોપીનાથ છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ જાન્યુઆરી, 2022માં હાર્વર્ડ યુનિ.માં શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવાના હતા, પરંતુ તેમને ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હતી.

ગીતા ગોપીનાથ પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી હોવાનું કહીને ગર્વિત અનુભવતા IMFના એમડી ક્રિસ્ટાલિના જિયોગ્રાવિયાએ કહ્યું કે, અમને આનંદ છે કે તેઓ તેમની સેવાઓ ચાલુ રાખશે અને હવે પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપશે.

નોંધનીય છે કે,  ઓકામોટો IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પછી ગીતા ગોપીનાથ છે. પ્રથમ વખત, બે મહિલાઓ IMFમાં ટોચના નેતૃત્વની ભૂમિકા નિભાવશે.