Site icon Revoi.in

નાસાની સિદ્વિ, અંતરિક્ષમાં શાકભાજી ઉગાડીને સફળતા હાંસલ કરી

Social Share

નવી દિલ્હી: એક તરફ પૃથ્વી પર વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે અને વસ્તી સતત વધી રહી છે ત્યારે વસાહતને લઇને પણ અનેક પડકારો આવી રહ્યા છે અને હવે આ પડકારોને પહોંચી વળવા માટે ભાવિમાં અંતરિક્ષમાં વસાહત સ્થાપવા માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે હવે આ જ દિશામાં અવકાશ સંસ્થા નાસાને એક સફળતા પ્રાપ્ત થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકન અવકાશી સંસ્થા નાસાને અંતરિક્ષમાં શાકબાજી ઉગાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. સંસ્થાએ પ્રથમ વખત અંતરિક્ષમાં કેપ્સીકમ ઉગાડવાની સિદ્વિ હાંસલ કરી છે. નાસાને આ અંગે વધુમાં કહ્યું હતું કે, અવકાશ યાત્રીઓએ તેમાંથી એક સારી વાનગી બનાવીને તેની જયાફત પણ માણી છે.

આ અંગે નાસા અનુસાર અંતરિક્ષાના સ્પેસ સ્ટેશન પર શાકબાજી ઉગાડવા માટેનો આ પ્રથમ પ્રયોગ છે અને અંતરિક્ષમાં જેટલા પણ અખતરા થયા છે તેમાં આ પ્રયોગ સૌથી પડકારજનક હતો.

ન્યૂ મેક્સિકો સ્ટેટમાં જોવા મળતા સાંડિયા નામના મરચા અને બીજી એક પ્રજાતિને મિશ્રિત કરીને આ કેપ્સીકમ ઉગાડવામાં આવ્યું છે. નોંધનીય છે કે, કેપ્સીકમને બીજા શાકબાજીની તુલનામાં અંતરિક્ષામાં ઉગાડવું એ પડકારજનક માનવામાં આવે છે. કારણ કે ઉગવામાં વધુ સમય લેતું હોય છે.

મહત્વનું છે કે, નાસાની આ સિદ્વિ દર્શાવતી કેટલીક તસવીરો અવકાશયાત્રી મેગન મેકઆર્થરે ટ્વિટરના માધ્યમથી શેર કરી છે. જેમાં મરચુ તોડવાથી માંડીને તેનું ડિનર બનાવતી તસવીરો પણ શેર કરી છે.