Site icon Revoi.in

નેધરલેન્ડમાં વેક્સિન ના લેનારા પર કરાઇ કાર્યવાહી, બદલામાં લોકોએ કર્યું હિંસક પ્રદર્શન

Social Share

નવી દિલ્હી: નેધરલેન્ડમાં કોરોના મહામારીની લઇને નિયમોની યોજના હતી. તેનો કેટલાક લોકોએ વિરોધ કરીને હિંસક પ્રદર્શન કર્યું હતું.

શુક્રવારે રાત્રે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. તેમાં અનેક નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. ડચ સિટીમાં મેયરે આ પ્રદર્શનને હિંસાનું તાંડવ ગણાવ્યું. પોલીસ અનુસાર આ પ્રદર્શનમાં 2 પ્રદર્શનકારી ઘાયલ થયા હતા.

આપને જણાવી દઇએ કે નેધનરલેન્ડમાં સરકાર એક કાયદો લગાવવાની યોજના પર વિચાર કરી રહી છે. આમાં જે લોકોનું પૂર્ણ રૂપથી રસીકરણ થયું છે અને જે કોરોનાથી સાજા થયા છે તે લોકોને રાહત આપવાની વાત કરવામાં આવી હતી. બાકીના જે લોકોએ રસી નથી લીધી તેમને પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

પોલીસે આ હિંસક પ્રદર્શનમાં સામેલ 51 લોકોની ધરપકડ કરી છે. જેમાં 6 સગીર છે. પોલીસે શનિવારે જાણકારી આપતા કહ્યું કે એક પોલીસકર્મીને પગમાં ઈજા થયા બાદ હોસ્પિટલ લઈ જવાયો છે.

પ્રદર્શનકારીઓ પર પોલીસની જવાબી કાર્યવાહી પર સ્પષ્ટતા કરતા મેયર અહમદ અબૂતલેબે કહ્યું કે, અનેક એવા કિસ્સા બન્યા છે જ્યારે પોલીસને પોતાની સુરક્ષા માટે હથિયારોનો ઉપયોગ કરવો પડ્યો છે. આ પ્રદર્શનકારીઓએ પોર્ટ સિટી, સેન્ટ્રલ શોપિંગ ડિસ્ટ્રિક્ટ પર પોલીસ પર પથ્થરમારો અને આગચંપી કરી હતી. આ દરમિયાન પોલીસે પહેલા લોકોને ચેતવણી આપીને હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાઓમાં કેટલાક પ્રદર્શનકારીઓને ગોળી વાગી હતી અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા.

મહત્વનું છે કે, કોવિડના પ્રતિબંધોના વિરોધમાં નેધરલેન્ડમાં આ બીજું હિંસક પ્રદર્શન છે. આની પહેલા જાન્યુઆરીમાં પણ થયેલી હિંસામાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો કર્યો અને આગચંપી કરી હતી. જે બાદ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કર્ફ્યૂ લગાવવાની નોબત આવી હતી.