Site icon Revoi.in

ઓમિક્રોનના કહેર વચ્ચે ડેલ્મીક્રોનનો ફફડાટ, વિશ્વ ફરીથી થયું ચિંતાતુર

Social Share

નવી દિલ્હી: વિશ્વભરમાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશત સતત વધી રહી છે. તેને કારણે સમગ્ર વિશ્વ ફરીથી ચિંતિત બન્યું છે ત્યાં હવે વધુ એક નવા વેરિએન્ટને દસ્તક દીધી છે.

ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં ફરીથી લોકોને ચિંતામાં મૂકી રહ્યો છે ત્યારે હવે નવો વેરિએન્ટ ડેલ્મીક્રોને દસ્તક દીધી છે. વિશ્વભરમાં આશંકા છે કે કોવિડના કેસમાં અચાનક ઉછાળાનું કારણ ઓમિક્રોન નહીં પરંતુ ડેલ્મીક્રોન વેરિએન્ટ છે. આ વેરિએન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન એમ બે વેરિએન્ટનું કોમ્બિનેશન છે.

આ વેરિએન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન કરતાં પણ વધુ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે અને સંક્રમણનો ખતરો ખૂબ જ વધારે છે. જો કે રાહતની વાત એ છે કે તેના લક્ષણો થોડા હળવા છે. ભારતમાં હજુ સુધી ડેલ્મીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.

ઓમિક્રોન આજે વિશ્વના મોટા ભાગના દેશમાં ફેલાઇ ચૂક્યો છે અને કહેર મચાવી રહ્યો છે. ઓમિક્રોને બ્રિટન, અમેરિકા, યુરોપના તમામ દેશો, ઇઝરાયલ વગેરેને ઝપેટમાં લીધા છે અને કેસની રીતસરની સુનામી આવી છે. એમાંય બ્રિટન અને અમેરિકામાં ઓમિક્રોનના પગલે કોવિડની સ્થિતિ વધુને વધુ વિકરાળ બનતી જાય છે.

Exit mobile version