Site icon Revoi.in

વર્ષ 2030 સુધીમાં 5G કન્ઝ્યુમર માર્કેટ 31 લાખ કરોડ ડોલરે પહોંચશે: રિપોર્ટ

Social Share

કેલિફોર્નિયા: ગ્લોબલ 5G કન્ઝ્યુમર માર્કેટ પર તાજેતરમાં એરિક્સન રિસર્ચ ગ્લોબલે એક અહેવાલ પ્રસ્તુત કર્યો છે. અહેવાલમાં અંદાજ છે કે વર્ષ 2030 સુધીમાં વિશ્વવ્યાપી 5G કન્ઝ્યુમર માર્કેટ 31 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. જેમાં કમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર એટલે કે CSPની આવક 3.7 ટ્રિલિયન ડોલર સુધીની થઇ શકે છે. આ સમયગાળા દરમિયાન ગ્રાહક દીઠ CSP કંપનીઓની આવકમાં પણ વૃદ્વિ થશે.

અહેવાલ અનુસાર, આગામી દાયકમાં જ ડિજીટલ સર્વિસ રેવેન્યૂથી સીએસપી કંપનીઓની કમાણીમાં 131 અબજ ડોલરનો વધારો થઇ શકે છે. જો કે કંપનીઓની કુલ આવકનો આશરે 40 ટકા હિસ્સો 5જી ગ્રાહકો પર આધાર રાખે છે કે તેઓ વીડિયો, ઓગમેન્ટ રિયલ્ટી, વર્ચુઅલ રિયલ્ટી અને ક્લાઉડ ગેમિંગ પર કેટલો ખર્ચ કરે છે. તે દરમિયાન ઓગમેન્ટ રિયલ્ટી ગ્રાહકના અડધાથી વધુ ખર્ચને સંચાલિત કરશે જેમાં ગેમિંગ, શોપિંગ, શિક્ષણ અને અન્ય મોટા માધ્યમોનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં ખાસ કરીને કોરોના મહામારીથી પ્રભાવિત પર્સનલ ફાઇનાન્સને પ્રાધાન્યતા પણ બતાવવામાં આવી છે. જેમાં 5G સબ્સિક્રપ્શન્સ માટે પ્રીમિયમ ચૂકવણીનો ઉલ્લેખ કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2019ની શરૂઆતમાં સરેરાશ ગ્રાહકો 5G માટે 20% પ્રીમિયમ ચૂકવતાં હતા જે વર્ષ 2020ના અંત સુધીમાં ઘટીને 10% થઇ ગયું છે.

રિસર્ચ રિપોર્ટ અનુસાર ગ્રાહક દીઠ CSP કંપનીઓની આવકમાં પણ સરેરાશ 34%ની વૃદ્વિ જોવા મળશે. આ સીએજીઆર પર ગ્રાહકની સરેરાશ આવક વધીને 2.7 ટકા થઇ જશે, જે 0.03% જેટલો ફ્લેટ છે. બીજી તરફ વર્ષ 2020ના અંત સુધીમાં 5G સર્વિસનું વૈશ્વિક માર્કેટ કદ 41.48 અબજ ડોલર થશે.

(સંકેત)