Site icon Revoi.in

હોલિવૂડના પ્રખ્યાત MGM સ્ટૂડિયોના માલિકી હવે એમેઝોનની થશે, રૂ.60,000 કરોડમાં થયો સોદો

Social Share

નવી દિલ્હી: માર્કસ લો અને લુઇસ બી મેયર દ્વારા વર્ષ 1924માં સ્થાપિત MGM સ્ટુડિયોની માલિકી હવે એમેઝોનની થઇ જશે. વિશ્વની બે મોટી મનોરંજન કંપનીઓ વચ્ચે આ સોદાની પુષ્ટિ થઇ ગઇ છે. આ સોદો 8.45 અબજ ડોલર (અંદાજે રૂ. 60,000 કરોડ) માં થયો હોવાનું કહેવાય છે. નિયમનકારી સંસ્થાઓની મહોર બાદ જ આ સોદો અમલમાં આવશે.

આપને જણાવી દઇએ કે, મહિનાઓ અને સપ્તાહો સુધી ચાલેલી અટકળો બાદ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, એમેઝોન કંપની આ ગૌરવપૂર્ણ પરંપરા ધરાવતા હોલિવૂડ સ્ટૂડિયો MGMને પોણા નવ અબજ ડોલરમાં ખરીદવા જઇ રહી છે.

મૂવીઝ, વેબ સીરિઝ અને સીધા OTT  પ્લેટફોર્મ પર અન્ય સામગ્રીનું વિતરણ કરવાના આ યુગમાં પણ, મનોરંજન ક્ષેત્રે જગતની બે મોટી કંપનીઓનું આ પ્રકારનું મર્જર પ્રથમ કહી શકાય.

એમેઝોન-નેટફ્લિકસ વચ્ચે સ્પર્ધા

OTT પ્લેટફોર્મ પર હાલમાં નેટફ્લિક્સનો દબદબો યથાવત્ છે ત્યારે હવે તેને પાછળ છોડવા માટે એમેઝોને પણ કમર કસી છે. એમેઝોનની વ્યૂહરચના HBO, એપલ તેમજ દેશ-વિદેશના અન્ય OTT પ્લેટફોર્મ પરની ચેનલો કરતાં ગ્રાહકોની રીતે છવાઇ જવાનો છે.

નોંધનીય છે કે, અનેક દાયકાઓથી જેમ્સ બોન્ડ્સના મૂવિઝના નિર્માણનું ઉતરદાયિત્વ MGM સ્ટૂડિયો જ સંભાળે છે અને તેના બાળકોવાળા લોગો ત્યારથી યાદ કરાય છે જ્યારે તે બાળપણમાં ટોમ અને જેરીને જુએ છે.