Site icon Revoi.in

ભાગેડૂ મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી, એન્ટિગુઆએ તેની નાગરિકતા રદ કરવા કરી કાર્યવાહી

Social Share

નવી દિલ્હી: PNB સ્કેમના ભાગેડૂ આરોપી મેહુલ ચોક્સીની સમસ્યાઓ દિન પ્રતિદીન વધી રહી છે. એન્ટિગુઆના સૂચના મંત્રી મેલફોર્ડ નિકોલસે કહ્યું કે મેહુલ ચોક્સીએ અમારા દેશની નાગરિકતા લેતા સમયે ખોટી માહિતી આપી છે. તેથી તેની નાગરિકતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને તેને અદાલતમાં પણ પડકારાશે. હાલમાં મેહુલ ચોક્સી ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશને લઇને કસ્ટડીમાં છે.

માલ્ફોર્ડ વધુમાં જણાવ્યું હતું કે, ચોક્સીએ નાગરિકત્વ માટે અરજી કરી હતી, તેથી તેમનું નામ કોઇ એજન્સી સમક્ષ હાજર થયું હતું કે જે ચકાસણી કરે કે તેના પર કોઇ આક્ષેપો છે કે નહીં.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે મેહુલ ચોક્સીને એ આધારે નોટિસ ફટકારી છે કે તેણે ખોટી ઘોષણા કરી. આ બાદ અમે તેનું નાગરિકત્વ રદ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ.

અગાઉ ડોમિનિકાના પ્રધાનમંત્રી રોસવેલ્ડ સ્કેરિટે ભાગેડૂ ચોક્સીને ભારતીય નાગરિક કહ્યો હતો અને કહ્યું હતું કે અદાલતો જલ્દી જ તેના ભાવિનો નિર્ણય કરે. સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી, ડોમિનિકા સરકાર પણ તેના હકોનું રક્ષણ કરશે.

નોંધનીય છે કે, ડોમિનિકાના પીએમએ કહ્યું કે, મેહુલ સામે એન્ટિગુઆ કે ભારતમાં જે પણ મુદ્દા હોય, અમને તેમાં રસ નથી. અમે એક વૈશ્વિક સમુદાયનો ભાગ છીએ અને કર્તવ્ય અને જવાબદારને અમે સમજીએ છીએ.

Exit mobile version