Site icon Revoi.in

India-China Standoff: ચીને પેટ્રોલિંગ માટે પેંગોંગ લેકમાં ઉતારી અત્યાધુનિક 18 બોટ્સ

Social Share

– લદ્દાખના પેંગોંગ લેકની આસપાસના વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ટકરાવ યથાવત
– ચીને હવે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે તેની અત્યાધુનિક બોટ્સ કરી તૈનાત
– પેંગોંગ લેકનો એક હિસ્સો ચીન અને અન્ય એક હિસ્સો ભારતના કબજામાં છે

લદ્દાખના પેંગોંગ લેકની આસપાસના વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે પણ ચીને હવે પોતાની સૌથી અત્યાધુનિક બોટ્સ તૈનાત કરી છે.

આપને જણાવી દઇએ કે પેંગોંગ લેકનો એક હિસ્સો ચીન અને અન્ય એક હિસ્સો ભારતના કબજામાં છે. ચીનની જેમ ભારતના સૈનિકો પણ લેકમાં બોડ થકી પેટ્રોલિંગ કરતા હોય છે.

ભારત સાથે તણાવ બાદ હવે ચીને પોતાની સૌથી અત્યાધુનિક ટાઇપ-928 પ્રકારની 18 બોટ તૈનાત કરી છે, હાઇસ્પીડ બોટમાં નજીક અને મધ્યમ અંતરે નિશાન સાધી શકતા હથિયારો પણ તૈનાત કરાયા છે.

જુલાઈમાં સેટેલાઈટ ઈમેજીસમાં આ બોટ્સનો ખુલાસો થયો હતો.ચીને પોતાના કબ્જાવાળા લેકના કિનારે મોટા પાયે સુવિધાઓ પણ ઉભી કરી છે.બોટસ માટે ડોકયાર્ડ, રિપેરિંગ ડેપો અને રડાર સ્ટેશન પણ બનાવાયા છે.

આ બોટ્સના કારણે એવું કહેવાઇ રહ્યું છે કે ચીનની સેનાની તાકાતમાં વધારો થયો છે. ચીનમાં જ બનેલી આ બોટ્સ બનાવનાર કંપની પહેલા પણ ચીની નૈ સેના માટે જહાજો બનાવી ચૂકી છે. બોટ 45 ફૂટ લાંબી છે અને તેમાં 295 હોર્સ પાવરની ત્રણ મોટર લગાવાઇ છે. જે મહત્તમ 39.8 દરિયાઇ માઇલની ઝડપે ચાલી શકે છે.

(સંકેત)