Site icon Revoi.in

ક્લાઇમેટ ચેન્જની પ્રતિકૂળ અસર: વર્ષ 1960થી વિશ્વની ખેત ઉત્પાદકતા 21 ટકા ઘટી

Social Share

નવી દિલ્હી: અમેરિકાની કોર્નેલ યુનિ.ના સંશોધકોએ એક સંશોધન હાથ ધર્યું હતું. તેનો અહેવાલ ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રસિદ્વ થયો હતો. એમાં દાવો કરાયો હતો કે ક્લાઇમેટ ચેન્જના કારણે 1960થી વિશ્નની ખેત-ઉત્પાદકતા 21 ટકા સુધી ઘટી ગઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકાની કોર્નેલ યુનિ.ના સંશોધકોએ 1960થી દર વર્ષે ક્લાઇમેટ ચેન્જની અસર તપાસી હતી. વિશ્નના અલગ અલગ ભાગ પર ક્લાઇમેટ ચેન્જની કેટલી અસર થઇ તે વિશે ઊંડું સંશોધન હાથ ધર્યું હતું. દર વર્ષે તેના કારણે ખેત ઉત્પાદકતા કેટલી ઘટી હતી તે અંગે અભ્યાસ હાથ ધરાયો હતો.

સતત સાત દાયકા સુધીના આંકડાના અભ્યાસ બાદ સંશોધકો એવા તારણ પર આવ્યાં હતાં કે વર્ષ 1960 થી 2020 સુધીમાં ક્લાઇમેટ ચેન્જના કારણે વિશ્વની ખેત-ઉત્પાદકતામાં 21 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા સાત દાયકમાં વિશ્વની ખેત-ઉત્પાદકતા 21 ટકા સુધી ધીમી હતી. જો ક્લાઇમેટ ચેન્જની આડઅસર ના થઇ હોત તો વિશ્વનું ખેત-ઉત્પાદન દર વર્ષે 21 ટકા વધારે થયું હોત.

કૃષિ પર ક્લાઇમેટ ચેન્જની શી અસર થઇ રહી છે તેનો ભવિષ્યનો અભ્યાસ થાય છે. પરંતુ ભૂતકાળમાં કેટલું નુકસાન થયું છે તે બાબતે ખાસ ચર્ચા થતી નથી કે તે મુદ્દે અહેવાલો તૈયાર થતા નથી તેવું કોર્નેલ યુનિ.ના સંશોધકોએ કહ્યું હતું.

(સંકેત)