Site icon Revoi.in

અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો સતત વધતો કહેર, ઑક્સિજનની સર્જાઇ અછત

Social Share

નવી દિલ્હી: ભારતની જેમ હવે અમેરિકામાં પણ કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ભારતની જેમ અહીંયા પણ અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. અમેરિકાના દક્ષિણ ભાગોમાં હોસ્પિટલની સ્થિતિ વણસી છે. આ ક્ષેત્રમાં જે લોકોએ કોરોના વેક્સિન નથી લીધી તે લોકો ડેલ્ટા વેરિઅન્ટનો શિકાર બન્યો છે.

અમેરિકના ફ્લોરિડા, સાઉથ કેરોલિના, ટેક્સાસ વગેરેમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. જેના કારણે હોસ્પિટલ્સે પોતાના રિઝર્વ ઓક્સિજનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ રાજ્યોમાં કોરોનાના વધતા કેસોના કારણે ઓક્સિજનની માગ વધી ગઇ છે.

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને કારણે ખાસ કરીને લોકોના ફેફસાં ખરાબ થઇ રહ્યા છે જેથી ઘણાં દર્દીઓના મોત થઇ રહ્યા છે. વિશ્વભરમાં કોરોનાના કુલ કેસો વધીને 21.63 કરોડ થઇ ગયા છે. કોરોનાને કારણે અત્યારસુધી 45 લાખથી વધુ લોકોના મોત થયા છે.

બીજી તરફ ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોનાની બીજી લહેર નબળી પડી હોવા છતાં અમુક રાજ્યોમાં નવા કેસો આવી રહ્યા છે. ભારતમાં ફરી એકવાર કોરોનાના નવા કેસનો આંકડો 40 હજારની અંદર પહોંચ્યો છે. કેરળમાં જે આંકડો 30 હજાર પર પહોંચતો હતો તે 20 હજારની અંદર આવી ગયો છે. જેના લીધે દેશમાં નોંધાતા કુલ કેસની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના વધુ 30,941 કેસ નોંધાયા છે અને 350 દર્દીઓના મોત થયા છે. કેરળમાં નવા કેસનો આંકડો ઘટીને 20 હજારની અંદર પહોંચ્યો છે.