Site icon Revoi.in

દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી બીજા ક્રમાંકે

Social Share

ઇસ્લામાબાદ: દુનિયામાં સતત વધી રહેલા પ્રદૂષણ વચ્ચે સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં પાકિસ્તાનના લાહોરને પ્રથમ સ્થાન મળ્યું છે. તો આ યાદીમાં, બીજા નંબરે દિલ્હી છે અને સૌથી મોટી વાત એ છે કે નેપાળની રાજધાની કાઠમાંડૂ આ યાદીમાં ત્રીજા ક્રમાંકે છે. આ સાથે જ દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ટોચના ત્રણ દક્ષિણ એશિયામાં સ્થિત છે. યુએસ એર ક્વોલિટી ઇન્ડેક્સના વાયુ પ્રદૂષણના આંકડાઓને આધારે આ યાદી જાહેર કરાઇ છે.

આ યાદી અનુસાર, વાયુ પ્રદૂષણ સૂચંકાક પ્રમાણે લાહોરમાં અતિ સૂક્ષ્મ કણો (PM)નું રેટિંગ 423 રહ્યું હતું. પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી AQIમાં સાતમાં સ્થાને રહ્યું હતું. ભારતની રાજધાની નવી દિલ્હી 229 AQI સાથે બીજા સ્થાન પર રહ્યું હતું. નેપાળની રાજધાની કાઠમાંડૂ 178ના PM સાથે સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ત્રીજા સ્થાન પર રહ્યું હતું.

અમેરિકાની પર્યાવરણ સંરક્ષણ એજન્સી 50ની અંદર AQIને સંતોષકારક માને છે. લાહોરનો AQI 301 અને તેની ઉપરની શ્રેણીમાં રહ્યો જેને ખતરનાક માનવામાં આવે છે. ખાદ્ય અને કૃષિ સંગઠનની પૂર્વ રિપોર્ટ અને પર્યાવરણ એક્સપર્ટ અનુસાર પરાલી સળગાવવા, પરિવહન અને ઉદ્યોગોના કારણે વર્ષભર પ્રદૂષણ થતું રહ્યું. અનેક ઇંટ અને ભઠ્ઠાનું પણ જૂની રીતે સંચાલન થઇ રહ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વના દરેક 10માંથી 9 લોકો ખૂબ જ પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે. જે અનુસાર, દર વર્ષે ઘરની બહાર અને વાયુ પ્રદૂષણના કારણે વિશ્વભરમાં 70 લાખ લોકોના મોત થયા છે. એકલા બહારના પ્રદૂષણથી વર્ષ 2016માં મરનાર લોકોની સંખ્યા 42 લાખ નજીક હતી. જ્યારે સ્થાનિક વાયુ પ્રદૂષણથી થનાર મોતની સંખ્યા 38 લાખ હોય છે. વાયુ પ્રદૂષણને કારણે હૃદય સંબંધિત બીમારી, શ્વાસની બીમારી અને અન્ય બીમારીઓથી મોત થાય છે.

નોંધનીય છે કે, વાયુ પ્રદૂષણ માપવાના આઠ માપદંડ (પ્રદૂષણ તત્વ પીએમ 2.5, પીએમ 10, કાર્બન મોનોક્સાઈડ, ઓઝોન, સલ્ફર ડાઈઓક્સાઈડ, એલ્યુમિનિયમ અને લેડ) હોય છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ પીએમ 2.5 અને પીએમ 10 જ હોય છે.

(સંકેત)