Site icon Revoi.in

એસ્ટ્રાઝેનેકાની વેક્સિનના ઉપયોગ પર ડેનમાર્કે રોગ લગાવી, આવું કરનારો છઠ્ઠો દેશ બન્યો

Social Share

નવી દિલ્હી: યુરોપના કેટલાક દેશોમાં એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સિન પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. ડેનમાર્કમાં પણ આ વેક્સિનના ઉપયોગ પર હાલ પૂરતી રોક લગાવાઇ છે. ડેનમાર્ક એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન પર કામચલાઉ રોક લગાવનારો છઠ્ઠો દેશ બન્યો છે. ડેનમાર્કના સ્વાસ્થ્ય સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, કોરોના વેક્સિન લીધા બાદ કેટલાક દર્દીઓમાં લોહીની ગાંઠો જોવા મળી હતી જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન લીધા બાદ ઘણા લોકોમાં લોહીની ગાંઠો થઇ હોવાના કેસ સામે આવ્યા હોવાના અહેવાલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, તેમણે તે પણ કહ્યું કે, હજુ સુધી તે દ્રઢપણે કહી શકાય નહીં કે વેક્સિન અને લોહીની ગાંઠો વચ્ચે કોઇ લિંક છે.

ઓસ્ટ્રિયામાં એસ્ટ્રાઝેનેકાની વેક્સિન લીધાના કેટલાક દિવસ બાદ 49 વર્ષીય નર્સનું લોહી ઘટ્ટ થઈ જવાના કારણે મોત થયું હતું. જેના કારણે ઓસ્ટ્રિયાએ સોમવારે આ વેક્સિન બેચ પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા અને લક્ઝમ્બર્ગ એમ ચાર યુરોપિયન દેશે પણ આ વેક્સિનની બેચના ઉપયોગ પર રોક લગાવી છે. વેક્સિનની આ બેચ યુરોપના 17 દેશોને મોકલવામાં આવી છે.

જોકે, ડેનમાર્કે એસ્ટ્રાઝેનેકાની તમામ બેચ પર રોક લગાવી છે. ડેનમાર્કે જણાવ્યું હતું કે, એક મહત્વનો મુદ્દો નોંધવા જેવો છે કે અમે એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ મૂકી દીધો નથી, અમે ફક્ત રોક જ લગાવી છે. વેક્સિન લીધા બાદ એક વ્યક્તિનું મોત થયું છે. ઈએમએ તેના મોતની તપાસ કરી રહી છે. બે સપ્તાહ બાદ ફરીથી રિવ્યુ કરવામાં આવશે.

બીજી તરફ યુકે સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 વેક્સિનનો બચાવ કર્યો છે. અમે જ્યારે લોકોને વેક્સિન લેવાનું કહી રહ્યા છીએ અને તેઓ વિશ્વાસ સાથે વેક્સિન લઈ રહ્યા છે. રસીકરણના પરિણામ પણ સામે આવી રહ્યા છે જેમાં કેસની સંખ્યા ઘટી રહ્યા છે.

(સંકેત)