Site icon Revoi.in

ચીનને ઝટકો! અમેરિકામાં શાઓમી સહિતની 9 ચાઇનીઝ કંપનીઓ પર પ્રતિબંધ

Social Share

વોશિંગ્ટન: અમેરિકામાં ચીનને વધુ એક ઝટકો લાગ્યો છે. હુવાવે બાદ ચીનની વધુ એક સ્માર્ટફોન કંપની શાઓમીને અમેરિકામાં ઝટકો લાગ્યો છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને શાઓમી સહિતની 9 ચાઇનીઝ કંપનીના કથિત ચાઇનીઝ મિલિટ્રી માટે જાસૂસી રકવાનો આરોપ લગાવીને બ્લેકલિસ્ટમાં ઉમેરી દીધી છે. આ કંપનીઓમાં શાઓમી તેમજ પ્લેન ઉત્પાદક કોમર્શિયલ એરક્રાફ્ટ કોર્પોરેશન ઑફ ચાઇના સહિત 9 કંપનીઓ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમેરિકાના રક્ષા વિભાગે ચીનની મોબાઇલ કંપની શાઓમી સહિત 9 કંપનીઓને અમેરિકામાં બ્લેકલિસ્ટ કરતા કહ્યું કે, આ કંપનીઓ વેપારના બહાને ચીની સેનાની એડવાન્સ જરૂરિયાતોને પૂરી કરવા માટે કરી રહી હતી.

રક્ષા વિભાગે પાછલા વર્ષે જૂનમાં અમેરિકન કોંગ્રેસ સામે આ કંપનીઓનું લિસ્ટ રજૂ કર્યું હતું. ડિસેમ્બર 2020માં કેટલીક અને ચીનની કંપનીઓને આ લિસ્ટમાં શામેલ કરી હતી, જે બાદ ડોલાન્ડ ટ્રમ્પે આ ચીની કંપનીઓને પ્રતિબંધિત કરવા માટે સહી કરી હતી. હવે ચીનની કુલ 40 કંપનીઓ થઈ ગઈ છે, જેને અમેરિકાએ બ્લેકલિસ્ટમાં નાખી દીધી છે.

અમેરિકન રક્ષા મંત્રાલય અનસાર, જે કંપનીઓને અમેરિકામાં વ્યાપાર કરવાથી પ્રતિબંધિત કરાઇ છે, તે કંપનીઓ અમેરિકાની સુરક્ષા માટે ખતરારૂપ બની હતી. શાઓમી સાથે બ્લેકલિસ્ટ થયેલી ચીની સરકારી ક્રૂડ કંપની CNOOC પર આરોપ છે કે તે ચીની સેના માટે ઘૂષણખોર બનીને અમેરિકામાં કામ કરી રહી હતી. ચીની સરકારી ક્રૂડ કંપની CNOOC સાઉથ ચાઇના સીમાં ચીની સેના માટે સમુદ્રમાં ડ્રિલિંગનું કામ કરી રહી હતી.

અમેરિકન સરકારે ચીન વિરુદ્ધ કડક પગલા ઉઠાવતા પ્રતિબંધિત કરેલી ચીની કંપનીઓને આ વર્ષે નવેમ્બર સુધીમાં અમેરિકામાંથી પોતાના બિઝનેસના તમામ કરારો તોડવા માટે કહ્યું છે. અમેરિકાએ ચીનની મોબાઈલ કંપની શાઓમી, માઈક્રો ફાઈબેશન ઉપકરણ ઈંક (AMEC), લુઓકોન્ગ ટેકનોલોજી કોર્પોરેશન (LKCO)ને બેન કરી દીધી છે. આ ઉપરાંત સેમીકંડક્ટર કોર્પે, ગ્રેન્ડ ચાઈના એર કંપની (GCAC), ચાઈના નેશનલ એવિએશન હોલ્ડિંગ કંપની લિમિટેડ (CNAH), બેઈજિંગ ઝોંગગુનકુન ડેવલપમેનન્ટ ઈન્વેસ્ટમેન્ટ સેન્ટર અને ગ્લોબલ ટોન કોમ્યુનિકેશન ટેકનોલોજી (GTCOM)ને બ્લેકલિસ્ટ કરી દીધી છે.

(સંકેત)