Site icon Revoi.in

હવે તો દુશ્મનો પણ સ્વીકારે છે કે કોરોના વાયરસ ચીનથી જ આવ્યો છે – ડોનાલ્ડ ટ્રમ્પ

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પ્રસાર માટે હજુ પણ ચીનને જ વિશ્વ જવાબદાર ઠેરવે છે અને ચીનથી જ તેની ઉત્પતિ થઇ હોવાની વાતો પણ લોકો કરી રહ્યાં છે. કોરોના મહામારીની શરૂઆતથી જ અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન ઉપર શાબ્દિક હુમલો કરી રહ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ફરીથી ઘેર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાયરસ એ ચીનનો જ વાયરસ છે. જે વુહાનની લેબમાંથી બહાર આવ્યો છે અને વિશ્વભરમાં ફેલાવ્યો છે. સમગ્ર વિશ્વમાં તબાહી મચાવવા માટે ચીને 10 ટ્રિલિયન અમેરિકન ડોલર ચૂકવવા જોઇએ તેમ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે.

હાલમાં ફેસબૂક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રતિબંધ છે ત્યારે ટ્રમ્પે એક નિવેદન બહાર પાડીને આ વાત કહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદનમાં જણાવ્યું છે કે, હવે દરેક લોકો, કહેવાતા દુશ્મન પણ કબૂલાત કરે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસના ઉદ્દગમ સ્થાન અંગે સાચુ કહેતા હતા. આ વાયરસ ચીનના વુહાનથી જ આવ્યો છે.

નોંધનીય છે કે, વિશ્વભરના મોટા ભાગના નિષ્ણાતો કોરોના વાયરસના મૂળ ઉદ્ભભવ સ્થાન માટે ચીનને જ જવાબદાર માને છે. તે ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્ર ઉપરાંત બ્રિટન તેમજ ભારત સહિતના દેશોએ કોરોના વાયરસ સંબંધે ફરીથી તપાસ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા પર દબાણ લાવવાની માંગ કરી છે.