Site icon Revoi.in

સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો: 8 ઇજાગ્રસ્ત, વિમાન પણ ક્ષતિગ્રસ્ત

Social Share

નવી દિલ્હી: સાઉદી અરબના એક એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે. આ ડ્રોન એટેકમાં 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. એક પેસેન્જર વિમાનને પણ નુકસાન પહોંચ્યું છે. સાઉદી અરબના મીડિયા અનુસાર યમનમાં હુતી વિદ્રોહીઓ વિરુદ્વ જારી જંગ દરમિયાન હવે સાઉદી અરબના એરપોર્ટને નિશાન બનાવાયું છે. આપને જણાવી દઇએ કે યમનમાં હુતી વિદ્રોહી અને સાઉદી અરબની સેના વચ્ચે યુદ્વ ચાલી રહ્યું છે.

જો કે હજુ સુધી કોઇ દળે આ હુમલાની જવાબદારી નથી લીધી. 24 કલાકમાં આ બીજીવાર છે જ્યારે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. જો કે જ્યારે પહેલીવાર એરપોર્ટને નિશાન બનાવાયું હતું ત્યારે કોઇપણ વિદ્રોહી દળે હુમલાની જવાબદારી લીધી નહોતી.

યમનમાં ઈરાન સમર્થિત શિયા વિદ્રોહીઓ સામે લડનારા સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને હુમલા વિશે વિસ્તારથી જણાવ્યુ નથી. જાનહાનિ વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. સેનાએ બસ એટલુ કહ્યુ છે કે સુરક્ષાદળોએ વિસ્ફોટક ડ્રોનને રોકી દીધુ હતુ.

2015થી સાઉદીના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધન સામે ઝઝૂમી રહેલા યમનના હુતી વિદ્રોહીઓએ સાઉદી અરબની અંદર સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે. વિદ્રોહીઓના નિશાને ઈન્ટરનેશનલ એરપોર્ટસ પણ છે. તે રાજ્યના મહત્વપૂર્ણ ઓઈલ પ્લાન્ટ્સ પર પણ નિશાન બનાવીને હુમલો કરી રહ્યા છે.

યમન લાંબા સમયથી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. હુતી વિદ્રોહીઓએ યમનની રાજધાની સના પર કબ્જો કર્યો હતો ફરી દેશના મોટાભાગના વિસ્તારમાં આનુ રાજ થઈ ગયુ. હુમલાના કારણે યમનના તત્કાલીન રાષ્ટ્રપતિ આબેદ્રાબ્બૂ મંસૂર હાદીને દેશ છોડીને ભાગવુ પડ્યુ હતુ.