Site icon Revoi.in

હમાસ-ઇઝરાયલ વચ્ચે તંગદિલી: હમાસે ઇઝરાયલ પર 300 રોકેટથી કર્યો હુમલો, લૉડ શહેરમાં ઇમરજન્સી લાગુ

Social Share

નવી દિલ્હી: ઇઝરાયલ અને હમાસ વચ્ચેની તકરાર અને તણાવ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. બંને પક્ષો તરફથી એક બીજા પર રોકેટ મારો અને હુમલા કરવામાં આવી રહ્યા છે. હમાસે ઇઝરાયલ પર લગભગ 100 જેટલા રોકેટ છોડ્યા છે. આ હુમલામાં એક ભારતીયનું પણ મોત થયું છે. આ હિંસક અથડામણમાં 35 પેલેસ્ટાઇની તેમજ 3 ઇઝરાયલી માર્યા ગયા છે.

BBC અનુસાર, ઇઝરાયલ તરફ 300 થી વધારે રોકેટ છોડવામાં આવી ચૂક્યા છે. ઇઝરાયલે પણ હિંસક પ્રતિક્રિયા આપતા ગાજામાં 150 સ્થળો પર હુમલો કર્યો છે. હુમલામાં મૃત્યુ પામનારી મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે. જે છેલ્લા 7 વર્ષથી ઇઝરાયલમાં નિવાસ કરતી હતી. સૌમ્યા એક ઘરમાં વૃદ્વ મહિલાની દેખભાળ કરતી હતી.

ઇઝરાયલના વિદેશ મંત્રાલયના હવાલાથી મળેલ જાણકારી અનુસાર હમાસે રહેણાંક વિસ્તારોમાં 130 રોકેટનો મારો કર્યો છે. આ દરમિયાન જેરુસલેમમાં પણ હિંસાની ઘટના બની છે. ઇઝરાયલે પણ જવાબી પ્રતિક્રિયા આપતા ગાજા પટ્ટી પર હુમલા કર્યા છે.

નોંધનીય છે કે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખતા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ લૉડ શહેરમાં ઇમરજન્સી લાગૂ કરી છે. સરકારે પ્રદર્શનોને કારણે આ નિર્ણય લીધો છે.

(સંકેત)