Site icon Revoi.in

શી જિનપિંગની તિબેટ મુલાકાત એ ભારત માટે ખતરા સમાન: અમેરિકા

Social Share

નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગત સપ્તાહે તિબેટનો પ્રવાસ ખેડ્યો હતો. તેને લઇને અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકાની રાજનીતિમાં સારો એવો પ્રભાવ ધરાવતા સાંસદ ડેવિડ નુનેસનું કહેવું છે કે, ગત સપ્તાહે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો તિબેટ પ્રવાસ ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે.

આપને જણાવી દઇએ કે, જિનપિંગે તિબેટના શહેર અને અરુણાચલ પ્રદેશની નજીક આવેલા ન્યિંગચીની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંના સૈન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી.

અમેરિકન ચેનલને આપેલી મુલાકાતમાં સાંસદ ડેવિડ નુનેસે જિનપિંગના તિબેટ પ્રવાસ અંગે કહ્યુ હતુ કે, 30 વર્ષમાં પહેલી વખત છે કે, ચીનના રાષ્ટ્રપતિ તિબેટ ગયા હોય. આ ભારત માટે ખતરાની વાત છે .વધારે ખતરાની વાત એ છે કે, ચીન તિબેટમાં મોટો ડેમ બનાવવા પર કામ કરી રહ્યુ છે અને તેના કારણે ભારતને મળતુ પાણી પણ અટકી શકે છે.

ચીન સતત આગળ વધી રહ્યું છે તે એક તથ્ય છે અને અમેરિકાની જો બાઇડનની સરકાર ચીનને પોતાની જોહુકમી કરવા દઇ રહી છે તે પણ અચંબો પમાડે તેવી વાત છે.

જ્યારે ભારત અને ચીન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે જિનપિંગે તિબેટની મુલાકાત લીધી છે.