Site icon Revoi.in

વાંચો વિશ્વનું સૌથી મોટું નાક ધરાવતા આ તુર્કીના રહેવાસી વિશે જે ગિનીસ બૂક હોલ્ડર પણ છે

Social Share

નવી દિલ્હી: આ વિશ્વમાં દરેક વ્યક્તિ અલગ ચહેરો અને અલગ ચહેરાની રૂપરેખા ધરાવે છે. કોઇ વ્યક્તિની આંખો મોટી હોય છે તો કોઇ વ્યક્તિના હોઠ તો કોઇ વ્યક્તિનું નાક મોટું હોય છે. જો કે આજે અમે વિશ્વના સૌથી મોટા નાક ધરાવતા તુર્કીના રહેવાસી વિશે વાત કરવાના છીએ.

તુર્કીના રહેવાસી 71 વર્ષીય મેહમેટ ઓજયુરેક વિશ્વનું સૌથી મોટું નાક ધરાવે છે અને તે સતત લાંબુ થઇ રહ્યું છે. મેહમેટનું નાક 3.5 ઇંચ કે 8.8 સેમી લાંબુ છે. ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેમને સૌથી લાંબા નાકવાળી વ્યક્તિનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટનું માનીએ તો અત્યારસુધી કોઇ જીવીત વ્યક્તિનું નાક આટલું મોટું નથી. આજના દિવસે જ ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સૌથી મોટા નાકવાળી વ્યક્તિને આ ખિતાબ અપાયો હતો.

ઇતિહાસ પર નજર કરીએ તો લાંબા નાકવાળી વ્યક્તિનો ખિતાબ બ્રિટનના ટોમસ વેડર્સનો છે. 18મી સદીમાં યોર્કશાયર વિસ્તારમાં રહેતા ટોમસનું નામ અવિશ્વસનીય રીતે 7.5 ઇંચ લાંબુ હતું.

નોંધનીય છે કે, જાપાનની બે જુડવા બહેનોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેના માટે તેમણે કોઇ કામ નથી કરવું પડ્યું. આ બંને બહેનોની ઉંમર 107 વર્ષ છે અને આ જ તેમની ઉપલબ્ધિ છે.