Site icon Revoi.in

વેક્સીનેશન: બ્રિટનમાં એક વ્યક્તિ પર બે અલગ-અલગ રસીનું કરાશે પરીક્ષણ

Social Share

નવી દિલ્હી: યુકેએ કોરોના વાયરસની રસીના મિશ્રણ તેમજ મેચિંગના ફાયદાના અભ્યાસને વિસ્તાર્યો છે અને તેમાં મોડર્ના અને નોવાવેક્સ જેબ્સનો સમાવેશ કર્યો છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીની આગેવાની હેઠળ કોમ-કોવ સ્ટડીમાં સ્વયંસેવકને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ડોઝ આપ્યા પછી તેમની રોગપ્રતિકારક પ્રણાલીએ આપેલા પ્રતિસાદની અસરની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ રીતે તેના પછી ફાઇઝરની રસીની પણ ચકાસણી કરવામાં આવી છે, જે ફેબ્રુઆરીમાં આપવામાં આવી હતી.

હવે વિસ્તારવામાં આવેલા અભ્યાસમાં 50થી વધુ વયના લોકોની ભરતી કરવામાં આવી છે, જેમને છેલ્લા આઠથી બાર સપ્તાહમાંગ પ્રથમ ડોઝ મળ્યો છે અને તેમની રોગપ્રતિકારક પ્રણાલિએ આપેલા પ્રતિસાદની સમીક્ષા કરવામાં આવી રહી છે, તેઓએ બીજા ડોઝમાં અન્ય રસી લીધી હોય તો તેની સંયુક્ત અસરની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ ખાતે પીડિયાટ્રિક્સ અને વેક્સિનોલોજીના  એસોસિયેટ પ્રોફેસર અને ટ્રાયલના ઇન્વેસ્ટિગેટર મેથ્યુ સ્નેપે જણાવ્યું હતું કે વધારે લવચીકતા લાવવા માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની કોવિડ-19 રસીનો ઉપયોગ કરી શકાય છે તેના પર કોમકોવ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેની સાથે પહેલા અને  બીજા ડોઝ માટે જુદી-જુદી રસીઓનો ઉપયોગ કરી શકાય છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

તેમણે જણાવ્યું હતું કે જો અમે દર્શાવીએ શકીએ કે આ મિક્સ શેડયુલ સામાન્ય શેડયુલે જેવો જ રોગપ્રતિકારક પ્રતિસાદ પૂરો પાડી શકે છે અને તેના માટે વેક્સિનના રિએક્શન કે આડઅસરમાં ખાસ વધારો થતો નથી તો તેના પગલે વધીને વધુ લોકોને વધારે ઝડપતી કોવિડ-૧૯ની સામે ઇમ્યુનાઇઝ કરવાનો કાર્યક્રમ પૂરો કરી શકાશે. તેના લીધે કોઈપણ એક રસીના ઉપયોગમાં અછત ઉપલબ્ધ થાય તો સિસ્ટમની અંદર જ તેનો વિકલ્પ ઉપલબ્ધ હશે.

175 ઉમેદવારો પર 6 નવી ટ્રાયલ કરાશે અને આ કાર્યક્રમ માટે બીજા 1050 સ્વયંસેવકો ઉમેરાશે અને યુકેમાં આઠ સ્થળોએ રિસર્ચ હાથ ધરાશે.

(સંકેત)