Site icon Revoi.in

મંગળ પર જોવા મળી દુર્લભ ઘટના, વાદળો બંધાયા, નાસાના રોવરે ખેંચી તસવીરો

Social Share

નવી દિલ્હી: મંગળ ગ્રહ પર એક દુર્લભ ઘટના જોવા મળી છે. મંગળ પર વાદળો બંધાયા છે. નાસાના ક્યુરોયોસિટી રોવરે મંગળ પર વાદળો બંધાયા હોવાની તસવીરો ખેંચી છે. મંગળ પરનું વાતાવરણ ઘણું પાતળું અને શુષ્ક છે. નાસા અનુસાર મંગળ ગ્રહ પર આ પ્રકારના વાદળો વર્ષના સૌથી ઠંડા દિવસોમાં તેની ભૂમધ્ય રેખા ઉપર જોવા મળે છે. આ રેખા કાલ્પનિક છે. જ્યારે આવું થાય છે ત્યારે રાતો ગ્રહ સૂર્યથી ઘણો દૂર હોય છે.

નાસાના ક્યુરોસિટી રોવરે જે મંગળ પરના વાદળોની તસવીરો ખેંચી છે તેનાથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. નાસા આ અંગે દસ્તાવેજ પણ તૈયાર કરી રહ્યું છે. નાસા અનુસાર આ વાદળો ચમકદાર હતા અને કેટલાક તો અલગ અલગ રંગના વાદળો હતા. વિજ્ઞાનિઓ આ ઘટનાની વધુ તપાસ કરશે. આવું કઈ રીતે સંભવ થયું અને મંગળ પર વાદળો કેવી રીતે થયા તેની વિસ્તાપૂર્વકની તપાસ કરાશે.

વાદળોની આ તસવીરોથી નવી શોધનો અવકાશ પણ ખુલ્યો છે. નાસાના ક્યુરિયોસિટીએ જે વાદળો શોધ્યા છે તે ઘણી ઉંચાઇ પર હતા, જ્યારે મંગળ પર સામાન્યપણે વાદળો 60 કિં.મી ઉંચાઇ પર હોય છે. આ વાદળોમાં પાણી તેમજ બરફ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ વાદળો પર વધુ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવશે અને પછી જ કોઇ ચોક્કસ પરિણામ પર પહોંચી શકાશે. ક્યુરિયોસિટીએ વાદળોની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર લીધી છે. રોવર પર લાગેલા માસ્ટ કેમેરાએ રંગીન તસવીર પણ ખેંચી છે.