Site icon Revoi.in

WHO એ આપી ચેતવણી, નવા કોરોના વાયરસથી મહામારી ફરી બેકાબૂ બની શકે

Social Share

ન્યૂયોર્ક: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ કોરોનાના નવા સ્ટ્રેઇનને કારણે નવા કેસો ઢંકાઇ ગયા છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ ચેતવણી આપી છે. ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલો નવો વેરીઅન્ટ હવે 19 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના યુરોપ માટેના પ્રાદેશિક ડાયરેક્ટર હાન્સ ક્લુઝે જણાવ્યું હતું કે આ કેસો મોટાભાગે પ્રવાસ થવાને કારણે વધી રહ્યા છે. જો કે, યુરોપમાં હજુ કોમ્યુનિટીમાં આ સંક્રમણ મોટા પાયે પ્રસર્યું નથી.

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના મ્યુટન્ટ વધારે પ્રભાવી બની રહ્યા છે જેને કારણે કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે ભરવામાં આવેલાં પગલાં નિરર્થક પુરવાર થાય તેમ લાગે છે.

બર્લિનમાં સંસદમાં પ્રવચન કરતાં મર્કેલે જણાવ્યું હતું કે જર્મનીના 16 રાજ્યોના વડાં  કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે મુકવામાં આવેલા નિયંત્રણોને સાત માર્ચ સુધી લંબાવવા માટે સંમત થયા છે. ચેપનો દર ઘટી રહ્યો છે અને રસીકરણ ધીમે ધીમે વધી રહ્યું છે છતાં કડક નિયંત્રણો જાળવવા જરૂરી છે.

બ્રિટિશ મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું છે કે યુએસના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની

33 વિજ્ઞાાનીઓએ લખેલાં આ લેખમાં જણાવ્યું છે કે મહામારી સામે લડવાના ઉપાયો જેમ કે માસ્ક પહેરવાના મામલાને રાજકીય સ્વરૂપ આપવાને કારણે તથા જાહેર આરોગ્ય સંસ્થાઓની ચેતવણીઓને દાદ ન આપવાને કારણે  દેશનો મૃત્યુદર  જી સેવન રાષ્ટ્રોની સરખામણીમાં  સમાન રાખ્યો હોત તો 2020માં યુએસમાં કોરોનાના કારણે થયેલાં 40 ટકા મોત નિવારી શકાયા હોત.

યુકેમાં કોરોના મહામારીને કારણે ત્રણ લોકડાઉન કરવામાં આવતાં છૂટક વેપારીઓને વેચાણમાં 22 બિલિયન પાઉન્ડનું નુકશાન થયું છે. બ્રિટિશ રીટેઇલ કોન્સોર્ટિયમે જણાવ્યું હતું કે 2020 સૌથી ખરાબ વર્ષ પુરવાર થયું છે. સ્ટોરમાં બિનખાદ્ય પદાર્થોના વેચાણમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો છે.

(સંકેત)