Site icon Revoi.in

ઇઝરાયલમાં ફાઇઝરે ચિંતા વધારી, અસરકારકતા ઘટીને 64% થઇ

Social Share

નવી દિલ્હી: એક તરફ ઇઝરાયલમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે જો કે બીજી તરફ ઇઝરાયલમાં કોરોનાને રોકવા માટે વેક્સિનની અસરકારકતા ઘટી રહી છે.

ઇઝરાયલે કહ્યું હતું કે, ફાયઝરની અસરકારકતા ઘટી હોવા છતાં તે ગંભીર બીમારીને રોકવા માટે અસરકારક છે. સંક્રમણ અને સિમ્પ્ટોમેટિક બિમારીને રોકવામાં રસીની અસર 6 જૂને ઘટીને 64 ટકા થઇ ગઇ છે. જો કે બીજી તરફ સકારાત્મક વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિને રોકવામાં આ વેક્સિન 93 ટકા અસરકારક સાબિત થઇ છે.

ફાઇઝરના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, ઇઝરાયલના આંકડા પર કોઇ ટિપ્પણી નથી કરવા માંગતા. અન્ય રિસર્ચમાં એ સંકેત જોવા મળ્યા છે કે આ વેક્સિન ડેલ્ટા સહિત તમામ વેરિએન્ટનો સામનો કરવામાં સક્ષમ છે.

જો કે મંત્રાલયે એ જાણકારી નથી આપી કે વેક્સિનની અસરમાં ઘટાડા રહેલા કોવિડ સંક્રમણની વિરુદ્વ તે કેટલી અસરકારક હતી. મેમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો તે અનુસાર ફાયઝર વેક્સિનના બે ડોઝને સંક્રમણ, હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર બીમારીની વિરુદ્વ 95 ટકાથી વધારે અસરકારક ગણાવી હતી. ઇઝરાયલની 60 ટકા વસ્તીને ફાઇઝરનો એક ડોઝ લાગ્યો છે.

ઇઝરાયલમાં સંક્રમણમાં ઘટાડા બાદ ત્યાં માસ્ક સહિતના કોવિડના પ્રોટોકોટમાં ઢીલ મૂકવામાં આવી હતી. જો કે ઘાતક ડેલ્ટા વેરિએન્ટના પ્રસાર બાદ ફરીથી કેટલાક નિયમોને ફરી લાગૂ કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં ત્યાં મૃતકાંક પણ વધ્યો છે. અત્યારસુધી વિશ્વભરમાં 3,220,928,613 લોકોને વેક્સિનના ડોઝ અપાઇ ચૂક્યા છે.