Site icon Revoi.in

પીએમ મોદીએ કમલા હેરિસને આપી આ ખાસ ગિફ્ટ, ગિફટ મેળવતા જ તેઓ થયા ભાવુક

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં ટોચના નેતાઓ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દરેક નેતાઓને ખાસ ગિફ્ટ આપી છે. યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ PM મોદીથી ગિફ્ટ લેતી વખતે ભાવુક થયા હતા.

પીએમ મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે અને શુક્રવારે તેઓની મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે થવાની છે. અમેરિકામાં પીએમ મોદીએ અત્યારસુધી યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ઓસ્ટ્રેલિયન PM સ્કોટ મોરિસન અને જાપાની સમકક્ષ યોશિહીદે સુગા સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેઓ ભારતથી અનેક ગિફ્ટ ત્યાં લઇ ગયા છે.

અમેરિકામાં આ નેતાઓ સાથે બેઠક બાદ પીએમ મોદીએ આ નેતાઓ ખાસ ભેટ આપી છે. કમલા હેરિસને પીએમ મોદીએ તેમના દાદાજીથી જોડાયેલી કેટલીક સૂચનાઓની કોપી ગિફ્ટ આપી છે. આ ખાસ કોપીને ફ્રેમ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે કમલા હેરિસના દાદાજી સન્માનિત સરકારી અધિકારી હતા અને તેમણે ઉચ્ચ પદો પર તેઓએ સેવા આપી હતી. તે ઉપરાંત તેમણે હેરિસને ગુલાબી મીનાકારી સાથે ચેસનો સેટ ગિફ્ટ આપ્યો છે. નોંધનીય છે કે આ ચેસ ખૂબ જ વિશિષ્ટ છે કારણ કે તે કાશી સાથે જોડાયેલ છે. આ ચેસમાં એક એક મોહરા પર ખૂબ જ બારીકાઇપૂર્વક નક્શીકામ કરવામાં આવ્યું છે.

આ પહેલા પીએમ મોદીએ ઑસ્ટ્રેલિયાનાં સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી હતી જેમા તેમણે ગુલાબી મીનકારી વાળા જહાજ તેમને ભેટ આપ્યા છે. આ જહાજ હાથોથી જ તૈયાર કરવામાં આવ્યા છે.

પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રી યોશિહીદી સુગાને ચંદનનાં બુદ્વની પ્રતિમા ગિફ્ટ આપી છે. ખાસ વાત છે કે જાપાન અને ભારત વચ્ચેના સંબંધોમાં બૌદ્વ પરંપરાની ખૂબ જ મોટી ભૂમિકા છે. ભગવાન બુદ્વનાં વિચાર અને આદર્શ જાપાનમાં દૂર દૂર સુધી રહે છે.

Exit mobile version