Site icon Revoi.in

યૂકેમાં G-7 શિખર સંમેલન યોજાશે, PM મોદી મહેમાન તરીકે આમંત્રિત

Social Share

લંડન: વર્ષ 2021ના જૂન મહિનામાં યૂકે દ્વારા G-7 શિખર સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે ત્યારે આ સંમેલનમાં ભારતના પીએમ મોદીને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ અંગે યૂકેના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું હતું કે તેઓ G-7 શિખર સંમેલન પહેલા ભારત પ્રવાસે આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, વિશ્વની ફાર્મસીના રૂપે ભારત પહેલા જ વિશ્વની 50 ટકાથી વધુ રસીનો જથ્થો પૂરો પાડી રહ્યું છે અને યૂકે-ભારતે મહામારી દરમિયાન સંયુક્તપણે કામ કર્યું હતું.

આપને જણાવી દઇએ કે આ પહેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના પ્રકોપને લીધે ભારત પ્રવાસ રદ કર્યો હતો. તેઓ ભારતના પ્રજાસત્તાક દિને દેશના મુખ્ય મહેમાન તરીકે સામેલ થવાના હતા. તેમણે ટેલિફોનિક વાતચીત દરમિયાન પીએમ મોદી સમક્ષ ભારત પ્રવાસ ન કરવાની અસક્ષમતા દર્શાવી હતી.

યૂકે વડાપ્રધાને પીએમ મોદીને 2021ના પહેલા છ મહિનામાં ભારત પ્રવાસ કરવાની સક્ષમતા પર આશા વ્યક્ત કરી હતી.

(સંકેત)