Site icon Revoi.in

USની સૌથી મોટી આ થિયેટર કંપનીએ UK-USમાં તેના સિનેમાઘરોને કાયમ માટે માર્યા તાળા

Social Share

વોશિંગ્ટન:  અમેરિકામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે હવે કોરના વાયરસને કારણે થયેલા જંગી નાણાકીય નુકસાનને કારણે હવે અમેરિકાની બીજી મોટી સિનેમા થિયેટર કંપની રીગલ સિનેમા અમેરિકામાં પોતાના તમામ 543 થિયેટરોને કાયમ માટે તાળા મારશે. કંપનીએ એક નિવેદન મારફતે આ જાણકારી આપી હતી.

રીગલની બ્રિટીશ પેરેન્ટ કંપની સિનેવર્લ્ડ છે. જો કે સપ્તાહના અંતે 50 રીગલના સ્થાનો પર કામ કરવામાં આવશે. સિનેવર્લ્ડે પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે અમે બ્રિટન અને અમેરિકામાં અસ્થાયી રૂપે સિનેમાને બંધ કરવાના પ્રસ્તાવની પુષ્ટિ કરીએ છીએ. પરંતુ આ બાબતે અંતિમ નિર્ણય નથી લીધો. જો થિયેટરો બંધ થઇ જશે તો કંપનીના 45,000 કર્મચારીઓની નોકરી એક ઝાટકે ચાલી જશે.

આપને જણાવી દઇએ કે અમેરિકામાં રીગલ એએમસી બાદ સિનેમા થિયેટરની બીજી સૌથી મોટી કંપની છે. જેના 42 રાજ્યમાં 543 થિયેટરો છે અને 7155 સ્ક્રીન છે. અમેરિકામાં ગત માર્ચથી કોરોના સંક્રમણને કારણે સિનેમાઘર બંધ છે. અમેરિકામાં 536 થિયેટરો અને બ્રિટનમાં 127 થિયેટરો કાર્યરત છે.

સિનેવર્લ્ડના ચીફ એક્ઝિક્યુટિવ મોકી ગ્રીડિંગરે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે “બે મહિના અથવા થોડો વધારે સમય” માં કામગીરી ફરી શરૂ થઈ શકે છે. સુપરહિરોની સિક્વલ “વન્ડર વુમન 1984” સહિતની મૂવીઝ ક્રિસમસ ડે રિલીઝ થવાની તૈયારીમાં છે.

(સંકેત)