Site icon Revoi.in

ભારત અમારું વિશ્વાસુ સાથીદાર છે અને હંમેશા રહેશે: રશિયા

Social Share

નવી દિલ્હી: રશિયાએ ભારત સાથેની મિત્રતા અંગે કહ્યું હતું કે ભારત અમારું વિશ્વાસુ સાથીદાર છે અને હંમેશા રહેશે. તાજેતરમાં રશિયાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી જેને કારણે રશિયાના પાકિસ્તાન સાથેના સંબંધો ધનિષ્ઠ હોવાની ચર્ચા આરંભાઇ હતી. જો કે રશિયાના ભારત સ્થિત એમ્બેસેડર અને અન્ય રશિયન અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ એક ગેરસમજ છે, અમે ભારત સાથેના સંબંધો વણસે કે ઘટે તે રીતે પાકિસ્તાન સાથે સંબંધો વધારવાના નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી રહ્યું છે. આ સિસ્ટમ અતિ ઘાતક તેમજ અમેરિકાને પણ તેનો ભય લાગી રહ્યો છે. માટે અમેરિકાએ ભારતને પહેલા સમજાવટ અને પછી ધમકી આપી છે કે રશિયા પાસેથી ખરીદી કરશો તો આપણા સંબંધો બગડશે. ભારત અને રશિયાએ આ ચેતવણીને નકારીને ડીલ ચાલુ રાખી છે. રશિયાએ સ્પષ્ટતા કરી છે કે, ગમે તેટલા વિરોધ વચ્ચે નવેમ્બરમાં આ મિસાઇલની ડિલિવી શરૂ કરી દેવાશે.

ભારતમાં રશિયા સ્થિત એમ્બેસેડર નિકોલાઈ કુશ્ડેવે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના સંબંધો છે એ સ્વતંત્ર અને મર્યાદિત છે. ભારત સાથેના સંબંધો સાથે તેની ભેળસેળ કરવાની જરૂર નથી. તેમણે કહ્યુ હતુ કે આપણે બધા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગનાઈઝેશનના સભ્યો છીએ એટલે દ્વિપક્ષીય સબંધો તો રહેવાના જ. એ રીતે તેમણે ભારતને પણ રશિયાની આંતરીક બાબતમાં દખલ ન કરવા સાનમાં સમજાવ્યું હતું.

અમેરિકાએ ભારતને ધમકી આપી છે કે અમારા દુશ્મન પાસેથી ઘાતક હથિયારો ખરીદશો તો પ્રતિબંધ મુકીશું. ભારતે તેની સામે કહ્યું કે રાષ્ટ્રહિત માટે અમે ગમે તે દેશ પાસેથી શસ્ત્રો ખરીદતા રહીશું. અમેરિકા એમાં ડહાપણ ન કરે.

(સંકેત)

Exit mobile version