Site icon Revoi.in

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં તાલિબાને કર્યો આતંકી હુમલો: કાબુલ ધણધણી ઉઠ્યું

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે. હવે તાલિબાનીઓએ પાટનગર કાબુલમાં આતંકી હુમલો કર્યો હતો. ઇદની નમાજ વખતે થયેલો આ હુમલો રાષ્ટ્રપતિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની આશંકા છે.

આપને જણાવી દઇએ કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ ત્યાં તાલિબાનનો ખોફ અને આતંક વધી રહ્યો છે. કાબુલ આતંકી હુમલાથી ધણધણી ઉઠ્યું છ. કાબુલના રાષ્ટ્રપતિ ભવન પર થયેલા હુમલાથી બધા જ સ્તબ્ધ થઇ ગયા હતા. રાષ્ટ્રપતિ અશરફ ગની બકરીઇદની પ્રાર્થનામાં ભાગ લઇ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સવારે આઠ વાગ્યાની આસપાસ આ આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનના રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન નજીક ત્રણ રોકેટનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઇદની નમાઝ દરમિયાન બગ-એ-અલી મરદાન, કાબુલના ચમન-એ-હોજોરી અને રાષ્ટ્રપતિ ભવન પાસેના મનાબે બશારી વિસ્તારમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે અહીંયા લાંબા સમયથી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે તકરાર ચાલી રહી છે.