Site icon Revoi.in

રશિયામાં ડોઝની અછતને પગલે કોરોના વેક્સીનની ટ્રાયલ અચાનક અટકાવાઇ

Social Share

મોસ્કો: રશિયામાં કોરોનાની વેક્સીનના ટ્રાયલને હાલમાં રોકવામા આવી છે. રસીની વધતી માંગ સામે ડોઝની અછતને પગલે નવા સ્વયંસેવકો પર કોરોના વેક્સીનની ટ્રાયલને અચાનક રોકવામાં આવી છે. આ અંગે ગુરુવારે પરીક્ષણ કરી રહેલી કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે મોસ્કોની મહત્વાકાંક્ષી કોરોના રસીની યોજના પર રોક લાગવી એક ઝટકા સમાન છે.

આપને જણાવી દઇએ કે રશિયા દ્વારા શોધાયેલી કોરોના વેક્સીન સ્પુતનિક વીના અત્યાર સુધીના પરીક્ષણ દરમિયાન 85 ટકા લોકોને તેની કોઇ આડઅસર થઇ નથી. આ વેક્સીન વિકસાવનાર ગાલમેયા રિસર્ચ સેન્ટરના હેડ એલેક્ઝેન્ડર ગિંટ્સબર્ગે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટ 15 ટકા લોકો પર જોવા મળી છે. સ્પુતનિક વીના હાલમાં ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે.

બીજી તરફ ભારતમાં રશિયાની કોરોના વેક્સીનનું ટ્રાયલ આગામી માર્ચ મહિનામાં પૂર્ણ થઇ શકે છે. રશિયન વેક્સીનનું ભારતમાં ટ્રાયલ કરી રહેલી હૈદરાબાદ સ્થિત ડૉ.રેડ્ડીઝ લેબએ જણાવ્યું કે રશિયાની કોરના રસીના ત્રીજા તબક્કાનું હ્મુમન ટ્રાયલ માર્ચ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સ્પુતનિક વી વેક્સીનના મધ્યમ તબક્કાના પરીક્ષણ માટે નોંધણી આગામી કેટલાક સપ્તાહમાં શરૂ થશે અને તે ડિસેમ્બર સુધીમા સમાપ્ત થવાની શક્યતા છે.

નોંધનીય છે કે સ્પુતનિક વીનું ભારતમાં પરીક્ષણ કરવા માટે ડૉ.રેડ્ડીને ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ મંજૂરી આપી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા પણ વેક્સીનને મંજૂરી મળી છે.

(સંકેત)